પાકની વધુ એક નાપાક હરકત..? પાકિસ્તાન અને ચીન વચ્ચે ‘મીઠા’ સંબધોથી કોણ અજાણ છે ? ડ્રેગનના સહારે ફૂલ્યુ ફાલ્યું પાકિસ્તાન તેની હરકતોમાંથી બાજ નથી આવી રહ્યું. ત્યારે પાકિસ્તાનના ફરી હારામીવેળા કચ્છના મુંદ્રા પોર્ટ પર સામે આવ્યા છે. વધુ એક વખત પાકિસ્તાની જહાજમાંથી ચીન મોકલાઈ રહેલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના કરાચીથી ચીનના શાંઘાઈ ખાતે જહાજ માલ ભરી જઈ રહ્યું હતું. જે જહાજને મુન્દ્રા પોર્ટ પર રોકવામાં આવ્યુ હતું. મુન્દ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા અદાણી પોર્ટ પર 7 કન્ટેનર રોકવામાં આવ્યા. આ શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા ચેકિંગ કરાયું હતું. પરમાણુ હથિયારો બનાવવાનો જથ્થો હોવાની આશંકા વ્યાકત કરાઈ છે.
કસ્ટમ અને ડી.આર.આઈ.ની ટીમ દ્વારા જોઇન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ચીન જતું જહાજ રોકવામાં આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર લાવ્યા બાદ જહાજ પર લઈ જવાતા કન્ટેનરમાં બિન જોખમી પદાર્થ તરીકે ઉલ્લેખ કરાયા છતાં ચકાસણી બાદ તેમાંથી કિરણોત્સર્ગી (રેડિયોએક્ટિવ) પદાર્થો મળી આવ્યા હતા. જહાજને કરાચીથી શાંઘાઈ મોકલાઈ રહ્યું હતું અને મધદરિયે કસ્ટમ તેમજ ડી.આર.આઈ.ની ટીમ દ્વારા રોકી મુન્દ્રા પોર્ટ પર લઈ આવી ઓફલોડ કરાયું હતું.