સર્કિક હાઉસ ખાતે પાણી-લાઇટ પ્રશ્ને મીટીંગ યોજાઇ
માંગરોળ સર્કિટ હાઉસ ખાતે પોરબંદર સર્કલ ના એસ સી લાખાણી તેમજ માંગરોળ ડી ઇ રાઠોડ, ડી ઇ. પટાટ સાથે બેઠક મળી હતી જેમાં વીજળી ને સમસ્યાઓ વારંવાર વીજળી ગુલ થવી, કોલ રિસીવ ના થવો તેમજ શહેરની વીજળીને લગતી તમામ સમસ્યાઓ બાબતે વગેરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી..
આ મિટિંગમાં માજી મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા, ખડીયા દરબાર, પાલીકા પ્રમુખ હુસેન ઝાલા, ઉપ્રમુખ મનોજ વિઠલાણી, જિલ્લા પંચાયત સદસ્યો વાલભાઈ ખેર, લક્ષમનભાઈ ભરડા, પૂર્વ પાલીકા પ્રમુખ યુસુફ ભાઈ સાટી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાનભાઈ રામ, શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂનભાઈ જેઠવા, સદસ્યો ફારૂક ચૂડલી, ઇબ્રાહિમ બખાઈ, ભાજપ પ્રમુખ લીનેસ સોમૈયા, નિતીન પરમાર, રાજુભાઈ હાજર રહયા હતા..જયારે માંગરોળ નો મુખ્ય પ્રસ્ન માંગરોળ ની જંનતા ને નગરપાલિકા દ્રારા મળતુ પાણી બાબતે કામનાથ થી માંગરોળ પાણી આવતું હોય જે કુવા ઉપર ની પીજીવીસીએલ ની લાઈન ની ફોલ્ટ ના કારણે પુરતુ પાણી માંગરોળ ટાકી સુધી પહોચ તુ ન હોય જેના કારણે નગરપાલિકા દ્રારા પાણી વિતરણ કરવા સમય કે દિવસ નક્કી ન થઈ સકતા હોય નગરપાલિકા ના કુવા ઉપર પુષ્કળ પાણી હોવા છતા માત્ર પીજીવીસીએલના કારણે અ વ્યવસ્થા ઉભી થતી હોય જેની જોરદાર રજુઆત કરવા મા આવેલ તેમજ પીજીવીસીએલ અધિકાર દ્વારા ટુંક સમયમા ફોલ્ટ દુર કરવા ની ખાત્રી આપેલ છે.