ચોખાના ભાવમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો: નાણાકીય વર્ષ 2022માં ચોખાનું 130 મિલિયન ટનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું
ભારતે એક ખેતીપ્રધાન દેશ હોવાથી ભારતને ખેતીમાં બિનપ્રતિદિન ખૂબ સારી આવક થઈ રહી છે જેના ભાગરૂપે વિદેશમાં પણ ભારતના ખેત જણસીઓ ની માંગમાં વધારો જોવા મળ્યો છે. તારે જો વાત કરવામાં આવે તો ભારતના ચોખા ની માંગ પશ્ચિમ એશિયા અને બાંગ્લાદેશમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે અને તેના ભાગરૂપે જ ચોખાના ભાવમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022 માં ભારતે 130 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું જેમાંથી 21 મિલિયન ટન ચોખા ની નિકાસ કરવામાં આવી હતી. બીજી તરફ સૌથી મોટી વાત એ છે કે ભારતમાં ડાંગર ની અછત પણ સર્જાય છે.
ફુગાવાનો દર સતત વધતો હોવાના કારણે ઘર વપરાશમાં પણ તેનો માર વધુ જોવા મળશે. અપૂરતા વરસાદના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યો કે જે ડાંગરનું ઉત્પાદન કરી રહ્યા છે તેમમાં ઘટાડો થયો છે. છત્તીસગઢમાં પણ ઓછું ઉત્પાદન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોખાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ એ પણ છે કે ચોખાનો નિકાસ દર પણ સૌથી વધુ જોવા મળ્યો છે.
આંકડાકીય માહિતી મુજબ નાણાકીય વર્ષ 2022 માં ભારતે 130 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું જે પૈકી 21 મિલિયન ટન ચોખા ની નિકાસ કરવામાં આવી છે ત્યારે ભારતે ચાલુ વર્ષમાં ચોખાનું જે ઉત્પાદન છે તે 112 મિલિયન ટન સુધી પહોંચાડવા માટે લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. ચોખાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાપારીઓનું માનવું છે કે દરેક ચોખાની પ્રજાતિના ભાવમાં ઘણાખરા અંશે ઉછાળો જોવા મળ્યો છે અને સૌથી વધુ ઈરાન ઈરાક અને સાઉદી અરેબિયા તરફથી ચોખા ની માંગમાં વધારો થયો છે જે ભારત માટે આર્થિક રીતે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે આ તમામ દેશોમાં ભારતના ચોખાની માંગ વધતા નિકાસ પણ પૂર ઝડપે આગળ વધશે. સરકારનો પણ લક્ષ્યાંક છે કે દિન પ્રતિદિન ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેત ઉત્પાદનો પૂરતી માત્રામાં વધે જેથી વિદેશી હૂંડિયામણ મેળવવામાં ભારતને સરળતા રહે અને દેશની અર્થવ્યવસ્થામાં પણ ઝડપી વધારો શક્ય બને.