ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગના વોલ્યૂમમાં ઉછાળો એકટીવ ક્લાઈન્ટસની સંખ્યામાં પણ મોટો્ર ઘટાડો
જાન્યુઆરી 2023 માં શેરબજારમા એકટીવ ક્લાઈન્ટસ્ ની સંખ્યા માં તીવ્ર ઘટાડો નોંધાયો છે. રોકડાના શેરોના વોલ્યૂમ માં પણ ખુબજ મોટો ઘટાડો નોંધાયો છે. એક તબક્કે એપ્રિલ 2022 માં એવરેજ ડેઇલી ટર્ન ઓવર ફક્ત રોકડાના શેરોનું 73320 કરોડ હતું જે ઘટીને 51844 કરોડ નું વોલ્યૂમ જાન્યુઆરી 2023માં નોંધાયું છે. આમાથી પણ જો સંસ્થાકીય ટર્ન ઓવર બાદ કરીએ તો ફક્ત 22829 કરોડનું ટર્ન ઓવર બિન સંસ્થાકીય રોકાણકારોનું થયું છે. આમ પણ જોવા જઈએ તો એવરેજ ડેઇલી ટર્ન ઓવરમા સંસ્થાકીય ટર્ન ઓવર 50% હોઈ છે. જયારે રિટેઇલ કે એચ. એન. આઈ ટર્ન ઓવર પણ 50% હોઈ છે.
જાન્યુઆરીમાં ફક્ત 44% ટર્ન ઓવર બિન સંસ્થાકીય જોવા મળ્યું છે. મોટો ઘટાડો રિટેઇલ ઇન્વેસ્ટરના વોલ્યૂમ માં થયો છે. એકટીવ ક્લાઈન્ટસ્ ની પણ સંખ્યા એક તબક્કે જૂન 2022 માં 3 કરોડ 80 લાખ જોવા મળી હતી જે જાન્યુઆરી 2023 માં 3 કરોડ 42 લાખ જોવા મળી છે. એટલેકે 38 લાખ ક્લાઈન્ટસ્ – રોકાણકારો ઘટ્યા છે. એક સપષ્ટતા જરૂરી છે કે વર્ષમાં એક વખત્ પણ જો કોઈ એક ટ્રેડ કરે તો તેને એકટીવ ક્લાઈન્ટ્સ તરીકે ગણવામાં આવે છે. એટલે કે વર્ષ માં એકપણ ટ્રેડ કર્યો હોઈ તેવા 3 કરોડ 42 લાખ ટ્રેડર્સ – ઇન્વેસ્ટર્સ જાન્યુઆરી 2023 માં જોવા મળ્યા છે. પ્રાયમરી માર્કેટ માં પણ મેઇન બોર્ડના શાજ્ઞની સંખ્યા દિવસે – દિવસે ઘટતી જોવા મળી રહી છે.
આ પણ એક મોટુ કારણ બજારમાં નવા ઇન્વેસ્ટર્સ ન જોડાઈ રહ્યાનુ જોવા મળી રહ્યું છે. જો પ્રાયમરી માર્કેટ ધમધમતું થાય અને નવા – નવા શાજ્ઞ આવે તો એકટીવ ક્લાઈન્ટ્સ ની સંખ્યા માં ઉમેરો થાય.છેલ્લા ઘણા સમયથી ખુબજ ઊંચા પ્રીમિયમ થી કંપનીઓ શેરો ઓફર કરી રહી હોય પ્રાયમરી માર્કેટમાંથી રોકાણકારો અડગા થઈ રહ્યા છે. ઊંચા પ્રિમયમ માં શેરો બહાર પડતા હોય રોકાણકારો માટે કમાવાની કોઈ જગ્યા રહેતી હોતી નથી. જેના કારણે લિસ્ટિંગ પછી શેરો ના ભાવ ડીસ્કાઉન્ટ થઈ જતા હોઈ છે. અને રોકાણકારો ને નુકસાન વેઠવાનો વારો આવે છે.બીજીબાજુ ફ્યુચર અને ઓપ્શન માં ખાસ કરીને ઓપ્શન માં ટ્રેડિંગ ખુબજ્ વધતું જોવા મળી રહ્યું છે.
રોકાણકારો ઓપ્શનસ્ ટ્રેડિંગ તરફ વાળ્યા છે. જેના કારણે ફ્યુચર અને ઓપ્શનસ્ ટ્રેડિંગ ના વોલ્યૂમ માં મોટો ઉછાળો નોંધાય રહ્યો છે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના મતે માર્કેટમાં એકાદ બે મહિના આ પરિસ્થિતિ રહેશે એપ્રિલ પછી થી ફરી શેરબજારમાં ખાસ કરીને પ્રાયમરી માર્કેટમાં તેજી જોવા મળશે. સેક્ધડરી માર્કેટમાં પણ હાલના ઊંચા વેલ્યુએશન ને લીધે નીરસતા છે. એક વખત બજાર સ્થિર થશે પછી વોલ્યૂમમ ઉંચાળો આવશે અને કલાઈન્ટ એકટિવેશન પણ વધતું જોવા મળશે.