મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજયભાઈએ પોતાના સુશાષનથી લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે તેઓ વિજય ભવ તો છે જ, જેથી અબતકે તેઓને યશસ્વી ભવની શુભેચ્છા આપી છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજયબાઈ રૂપાણીના જન્મદિવસે રાજ્યભરમાં ઉત્સવ જેવો માહોલ છવાયો છે. તેમના ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે. આજના દિને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં હાજરી આપી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 65 માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ શહે2 ભાજપ દ્વારા શહે2ભ2માં અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવ્યું હતું. જેમાં આજે વિવિધ મોરચાઓ દ્વારા પણ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે શહેરમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકો માટે નિવાસી ગૃહનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં આવતા વેત’જ દિવ્યાંગ યુવકને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખબરઅંતર પૂછ્યા હતા.
સીએમ વિજયભાઈ હોલમાં પ્રવેશતા જ બોલ્યા કે, એ શંકર મજામાં..?? ત્યારબાદ સીએમ શંકર નામના દિવ્યાંગ યુવક પાસે જઈ વાતચીત કરી હતી અને પછી તેની પાસે જન્મદિવસ પ્રસંગનું ગીત ગવડાવ્યું હતું. મુખ્યમંત્રી અગાઉ પણ ‘ શંકર’ને મળેલા હતા. શંકરને જોતાં જ બૂમ પાડી બોલ્યા એ શંકર….. મજામાં…??
આ દરમિયાન સંવેદનશીલ મુખ્યમંત્રીની સંવેદના મહેકી હતી. જન્મદિન નિમિતે દિવ્યાંગ શંકરે મુખ્યમંત્રી માટે ભાવભેર ગીત ગાયું હતું. બાર બાર દિન યે આયે…. બાર બાર દિલ યે ગાયે… તુમ જીઓ હજારો સાલ યે મેરી હે આરઝું… હેપ્પી બર્થ ડે ટુ યુ સોંગ ગાઈ સીએમને શુભકામના પાઠવી હતી. આ સમયે કાર્યક્રમમાં તાળીઓના ગડગડાટ થઈ ઉઠ્યા હતા.