સુરત: શહેરમાંથી ઘણો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરા વિસ્તારમાંથી વાલીઓ માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કડોદરા વિસ્તારમાં માતા ઘરમાં કામ કરી રહી હતી આ દરમિયાન સાત મહિનાની બાળકી રમતાં રમતાં ગરોળી ચાવી ગઈ હતી.

કડોદરા વિસ્તારની સોસાયટીના એક ઘરમાં સાત મહિનાની બાળકી ગરોળી ચાવી ગઈ છે. અભિષેકસિંહની સાત મહિનાની દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન તેના માતા ઘરકામ કરી રહ્યા હતા. ત્યારે રમતી દીકરીની બાજુમાંથી એક ગરોળી જઇ રહી હતી. બાળકીએ રમતાં રમતાં આ ગરોળીને પકડી લીધી અને સીધી મોમાં મૂકી ગરોળીને ચાવી રહી હતી.

થોડા સમય બાદ બાળકીના હાથમાં ચવાયેલી ગરોળી જોતાં જ માતા ગભરાઇ ગઇ હતી. જે બાદ બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી. જે બાદ તેને ત્યાંથી તાત્કાલિક જ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.હાલ બાળકીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. બાળકીની તબિયત સ્થિર છે.

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.