કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૬૨ દેશી રજવાડાનું મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજય સરકાર દ્વારા સાત સભ્યોની સમિતીની રચના કરાય છે. જેમાં રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટી, ખાતે ૫૬૨ દેશી રજવાડાઓના યોગદાનને દર્શાવતું સંગ્રહાલય બનાવવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. સદરહુ સંગ્રહાલય વિશ્વનું પ્રથમ આ પ્રકારનું સંગ્રહાલય તૈયાર થશે. દેશી રજવાડાઓ દ્વારા ભારતના સાંસ્કૃતિક વારસા અને વિરાસતને સાચવવા અને પેઢી દર પેઢી આ વારસાને આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે. જેને આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે. આ બાબતોને ધ્યાને રાખી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં તેમની પ્રતીભાને શોભાવે તેવું ઉત્તમ કક્ષાનું સંગ્રહાલય તૈયાર કરવાનું આયોજન છે. સંગ્રહાલયના હેતુને યોગ્ય ન્યાય મળી રહે તે માટે પહેલા જરૂરી તમામ પક્ષકારોને સમાવતી એક સમિતીની રચના કરવામાં આવે છે ફાઇલથી સમિતીની રચના પૃખ્ત વિચારણાને અંતે સ્ટેચ્યુંઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશી રજવાડાઓના યોગદાનને દર્શાવતા સંગ્રહાલય તૈયાર કરવા સમિતીની રચના કરવામાં આવે છે. જેમાં પુર્વ અધિક મુખ્ય સચિવ અને પુર્વ રાજપરિવાર સદસ્ય, વલાસના, એસ.એસ. રાઠોડ, રાજકોટના રાજવી પરિવારના સદસ્ય માંધાતા સિંહ જાડેજા, પુર્વ રાજપરિવાર સદસ્ય, સીરોહીના રઘુવીરસિંહ,પુર્વ રાજપરિવાર સદસ્ય, જયપૂર શ્રીમતિ દિપા કુમારી, નિયામક, મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ, જોધપૂરના કરણીસિંઘ જસોલ,હાર્વર્ડ યુનિવર્સિટીમા: ઇતિહાસમાં પ્રોફેસર અને પૂર્વ રાજપરિવાર સદસ્ય, ધ્રાંગધ્રાના ડો. અંગમા ઝાલા તથા ડો. પંકજ શર્મા (નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય) ૬ રાજ પરિવારના સદસ્ય અનેક સરકારના સભ્ય સચિવ સહિત સાત સભ્યોની સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે.
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં