સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તંત્ર વ્યસ્ત…
વાંકાનેર શહેર ના મુખ્ય માર્ગો પર ગાબડા હોવાથી વેપારીઓએ તાજેતરમાં જ વાંકાનેર નગરપાલિકા પાકા રોડ રસ્તા બનાવવા માટે આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં રોડ રસ્તા પર ઉડતી ધુળની ડમરીઓ અને રોડ રસ્તા પર મોટા મોટા ખાડાઓ થી અકસ્માત સતત ભય હોય તે રોડ રસ્તા ને પાકો બનાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે વાંકાનેર શહેર ના મુખ્ય બજાર થી લઈ પવિત્ર તીર્થધામ એવા શાહ બાવા દરગાહ શરીફ ની પાછળના વિસ્તારમાં સતત ગંદકીના ગંજથી રાહદારીઓની માંથી પસાર થવું કે સ્થાનિક લોકોને રહેવું ઘણું કઠિન બન્યું છે દુગંધ થી તે રોડ રસ્તા પર પસાર થવું પણ ગંભીર જનક હોય તેઓ લોકો મેસેજ કરી રહ્યા છે.
બીજી તરફ સ્વચ્છ ભારત અભિયાન માત્ર કાગળ પર થતું હોય તેવી તસવીરો થી ચિત્ર તંત્રની પોલ ખોલી રહ્યું છે તે વાતને કોઇ શંકાને સ્થાન નથી હાલ વાંકાનેર શહેર ના દરેક વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી અને ઉભરાતી ગટરથી હેરાન પરેશાન બન્યા છે અત્રે નોંધનીય છે કે સ્વચ્છ ભારત અભિયાન ના નામ સસ્તી પ્રસિદ્ધિ ખાટલામાં વાંકાનેર નગરપાલિકા એ સોશિયલ મીડિયા થી લઈ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં સિદ્ધિ મેળવી છે સિદ્ધિ મેળવવા કરતા મતદાર પ્રજાના કામો કરવા જરૂરી બન્યા છે એક તરફ સ્વાઇન ફ્લૂ જેવા રોગો થી ગુજરાત મા સ્વાઇન ફ્લુ જેવા રોગનો લોકો ભોગ બની રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં આ ગંદકીના કારણે કોઈ રોગચાળાનો ભોગ ન બને તેની તકેદારી વાંકાનેર નગરપાલિકા એ રાખવી જરૂરી બની છે