- જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ધરમપુરના પાટિયા પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો ભોગ લેવાયો
જામનગર ન્યુઝ : લાલપુર નજીક ધરમપુર ગામના પાટીયા પાસે બાઈક અને એસ.ટી. બસ વચ્ચેની ટક્કરમાં બાઇક ચાલક પોરબંદરના યુવાનનો ભોગ લેવાયો છે. જે બાબતે એસ.ટી. બસ ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે. આ બનાવની વિગત એવી છે કે પોરબંદરમાં રહેતો અને કડિયા કામની મજૂરી કરતો રવિ વિરમભાઈ જોડ નામનો ૩૫ વર્ષનો યુવાન ગઈકાલે પોરબંદર થી લાલપુર કડિયા કામ કરવા માટે બાઈક પર બેસીને આવી રહ્યો હતો, જે લાલપુર નજીક ધરમપુર ગામના પાટિયા પાસે પહોંચતાં સામેથી આવી રહેલી એસ.ટી. બસના ચાલકે બાઇકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક ચાલક રવી નું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના ભાઈ કિશોરભાઈ વિરમભાઈ જોડ એ લાલપુર પોલીસ મથકમાં એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
સાગર સંઘાણી