શ્રમિકોને લગતી તમામ યોજનાઓ અને કેટલી સહાય મળે તે વિશે માર્ગદર્શન અપાયું
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજય દ્વારા સંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોનાં કલ્યાણ અર્થે અમલી યોજનાઓની માહિતી આપતો સેમીનારનું આયોજન હેમુગઢવી હોલ ખાતે યોજવામાં આવ્યું હતુ જેમાં શ્રમ યોગી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સેમીનારનું આયોજન સાથોસાથ શ્રમજીવી ને મળતી વિવિધ યોજનાઓની માહિતી સાથે ૩૦૦થી વધારે ઈન્ડસ્ટ્રીના એચ.આર.મેનેજર, રીપ્રેઝન્ટેટીવ, કંપનીના ડાયરેકટર આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રમિકોને લગતી બધી જ યોજનાઓની માહિતી સાથે કેટલી સહાય આપવામાં આવે છે. તેમના વિશે જણાવ્યું હતુ.
હેમુ ગઢવી હોલ ખાતે યોજયેલ આ સેમીનાર મુખ્ય ઉદેશ એ જ છે કે રાજકોટના સરાઉન્ડીંગ એરીયાના જેટલા પણ સ્પેશ્યાલીસ છે. એચ.આર.ના મેનેજર છે. તેમનો બેઈઝીક ગર્વમેન્ટની જે પણ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. એ કલ્યાણકારો યોજનાઓની માહિતી મળે છે. એ માહિતી નાનામાં નાના કામદાર કર્મચારી સુધી પહોચે તે માટે એક સેમીનારનું આયોજન રાખેલ છે. આ સેમીનારમાં ૩૦૦થી પણ વધારે ઈન્ડસ્ટ્રીઝમાંથી એચ.આર. મેનેજર એમના રીપ્રેઝન્ટેટીવ કંપનીના ડાયરેકટર ને આમંત્રણ આપ્યું હતુ અને આ સેમીનારમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો છે. ગર્વમેન્ટની પ્રવૃત્તિની વાતકરીએ તેમાં ખાસ કરીને ગુજરાત લેબર વેલ્ફર બોર્ડ છે એ લોકો જે કર્મચારી જે કામગાર એકટ નીચેની રેખામાં જીવે છે. જેના માટે ફ્રીમાં હેલ્થ ચેકઅપ માટેનું કાર્યકરે છે. અને જે કર્મચારી કંપનીમાં ૩ વર્ષથી વધુ કામ કરે છે. તેમને ત્યાં બાળકનો જન્મ થાય તે કામદારને સહાય મળે છે. એ ઉપરાંત જે લોકોના બાળકો ૧૦ અને ૧૨મા વદારે પરસન્ટેજ આવે તેમના માટેની પણ એક યોજના છે.
ગુજરાત કર્મયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ શ્રમયોગી કલ્યાણ પ્રવૃત્તિઓ અને વિવિધ યોજનાઓ શ્રમજીવીઓ સુધી પહોચે તે માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. એચ.આર. પરસન્ટ એ મુખ્ય સદસ્ય છે. અને તેઓ આવી બધી જ યોજનાઓ શ્રમયોગીઓ સુધી પહોચાડે છે તેમના માલીકો સુધી પણ આવી યોજનાઓ પહોચાડે છે. આથી એચ.આર. મેનેજરને અમારી યોજના સમજાવીને શ્રમયોગીઓને લાભ મળે તે માટે આ આયોજન રાખેલ છે. જેમાં ૨૧ પ્રકારની યોજનાઓ છે. તેમના જીવનથી મૃત્યુ સુધીની બધી જ બાબતોને આમા સમાવેશ કર્યો છે. બાળકના જન્મથી થતા ૫૦૦૦ રૂપીયા અને બાળકી જન્મે છે. તો અઢી હજાર રૂપીયા પ્રોત્સાહન રૂપે આપે છે. ત્યારબાદ શ્રમયોગીને ફરવા જવા માટે દર બે વર્ષે આવા જવાનું ભાડુ અને ૫૦૦ રૂપીયા પર પરસનરૂપે આપીએ છીએ આ ઉપરાંત શ્રમયોગીનું બાળક મોટો થાય છે. અને ૧૦ તથા ૧૨મા સારા ટકા લાવે છે તો ધો.૧૦માં અઢી હજાર રૂપીયા શૈક્ષણીક પુરસ્કાર તથા ધો.૧૦માં ૫૦૦૦ શૈક્ષણીક પુરસ્કાર આપીએ છીએ ત્યારબાદ એમબીબીએસમાં એડમીશન લેવામા આવે તો ૧૫૦૦૦ આપીએ છીએ ઉપરાંત અન્ય કયાય એડમીશન લેવામાં આવે તો ૭૫૦૦ રૂપીયા આપવામાંવે છે. બોર્ડની મુખ્ય ઈન્કમ એ ફેકટરીઓ છે. અને ફેકટરી માલીક તથા શ્રમયોગીનો ફાળો દર છ મહિને તેમાંથી આવે છે. તે છ રૂપીયા અને ૧૨ રૂપીયા લેખે આવે છે. અને ૧૨ વર્ષે ૨૫ કરોડની મુખ્ય ઈન્કમ થાય છે. જેમાં ૨૧થી ૨૨ કરોડ રૂપીયા અને વિવિધ કલ્યાણ પાછલની યોજનાઓમાં ખર્ચી છીએ ૧૦ લાખ શ્રમયોગીને દર વર્ષે અમે લાભ આપીએ છીએ.