રસોઈમાં વપરાતી વસ્તુઓ માટે રાહતની માગણી
રાજકોટમાં વિનોદભાઈ શેઠ હોલ ખાતે નીલકંઠ ટોકીઝની સામે રોજ જીએસટીને લઈને કિચન લાઈટર એસોસીએશન દ્વારા સેમીનાર યોજાયો હતો જેમાં નાના કારખાનાથી માંડી મોટી ફેકટરી સુધીનાં કર્મચારી અને માલિકો ઉપસ્થિત રહ્યા હતા ભારતમાં એકમાત્ર રાજકોટમાં આ કિચન લાઈટર બને છે ત્યારે ખાસ ૨૫૦થી વધુ કારખાના અને ફેકટરીના માલિકો ઉપસ્થિત રહ્યા હતા. એસોસીએશનના સેક્રેટરી સુરેન્દ્ર ગુપ્તા એ જણાવ્યું હતુ કે સરકારના જીએસટી નિયમોને અમે આવકારીએ છે. ત્યારે ખાસ એસોસીએશનની માંગણી છે કે ૨૮ ટકાને બદલે રસોઈમાં વપરાતી વસ્તુઓ પર સરકાર રાહત આપે તેવી રજુઆત કરી છે. ત્યારે સરકારનાં પ્રતિનિધિઓ અને અધિકારીઓએ હકારાત્મક જવાબ આપ્યો છે. આવનારા દિવસોમાં અમને સંતોષ થાય તેવી સરકાર સમક્ષ વિશ્ર્વાસ વ્યકત કરીએ છીએ આ તકે એસોસીએશન પ્રમુખ રાજુભાઈ અને ઉપપ્રમુખે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.