ધારાસભ્ય વસોયા, પૂર્વ ધારાસભ્ય સોજીત્રા, માકડિયા, પૂર્વ સાંસદ માવાણી દંપતિ, મામલતદાર ભડાણિયાની હાજરી
સમગ્ર રાજયમાં વિવિધ જગ્યાએ ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું કામ કરતું રાજકોટનું જાગૃતિ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉપલેટા તાલુકાના મેખા ટીંબી ગામે રચના સ્કૂલના ગ્રાઉન્ડમાં એક લોક જાગૃતિ સેમિનારનું આયોજન પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ લોક જાગૃતિ સેમિનારમાં ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, ઉપલેટાના મામલતદાર એ.એમ.ભડાણિયા, રાજકોટના પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરીયા, જાગૃતિ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દિપાબેન કોરાટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અભ્યાસ સમિતિના ચેરમેન પ્રો.જયંતીલાલ ડોબરીયા, એમ.જે.પી.રાજકોટના પૂર્વીબેન દવે, શેરબજારના નિષ્ણાંત અશોકભાઈ કોયાણી, યાશીનભાઈ ડેડા, જોખા ટીંબી આદર્શ કેળવણી મંડળના પ્રમુખ પોપટભાઈ બગસરિયા, ગ્રામ પંચાયતના સરપંચ દેવાભાઈ ભારાઈ, રચના રેસીડેન્સીયલ સ્કૂલના એમ.ડી.સુરેશભાઈ ડાંગર સહિતના અગ્રણીઓએ લોકોને ગ્રાહક જાગૃતિ વિશે માર્ગદર્શન આપેલ હતું.
આ તકે રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તાલુકાની ૨૦ જેટલી માધ્યમિક સ્કૂલોમાં લોક જાગૃતિના સેમિનારો કરવા મહાનુભાવોના હસ્તે ચેક આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન રચના સ્કૂલના શિક્ષિકા ખુશ્બુબેન સુતરીયાએ પોતાની આગવી શૈલીમાં કરેલ હતું.