વિદ્યાર્થીનીઓને કાનૂની માર્ગદર્શન અને તેમના અધિકારો વિશે વિશેષ સમજણ આપવામાં આવી
તાલુકા કાનૂની સેવા સમિતિ વાંકાનેર આયોજિત કાનૂની શિક્ષણ શિબિરનું વાંકાનેરમાં આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીનીઓને કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓના અધિકારો અને ચાઇલ્ડ એક્ટ તેમજ ઘરેલુ હિંસાના કાયદા વિશે ઝીણવટ ભરી માહિતી આપવામાં આવેલ તેમજ તેમને કે તેમના પરિવારને કે આસપાસના વ્યક્તિઓને કાનૂની સહાયતા માટે વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિના પીએલવી હરદેવસિંહ ઝાલાના મોબાઇલ નંબર ૯૯૨૫૬૦૦૦૦૭ માં સંપર્ક કરવા જણાવવામાં આવેલ.
વાંકાનેર તાલુકા સેવા સમિતિના ચેરમેન જજશ્રી બી.વી. પરમાર સાહેબના માર્ગદર્શનથી આ કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી હરદેવસિંહ ગોહિલ, પીએલવી હરદેવસિંહ ઝાલા તેમજ વાંકાનેર બાર એસો.ના પ્રમુખ સુનિલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને કાનૂની માર્ગદર્શન આપેલ.