પત્રકારત્વના છાત્રો દ્વારા નિર્મિત લક્ષ્યવેદ સામાયિકનું વિમોચન કરાયુ
એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન તા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય સેમિનાર “પ્રત્યાયન અને માધ્યમો”નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષપદેી પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે લોક માધ્યમોની સમાજ પર અસર અને નવી ટેકનોલોજિના કારણે ભારતીય લોક માધ્યમો વૈશ્વિક સ્વરૂપ લઈ રહ્યાંની સમાજ પ્રત્યેની જાગૃતતા અને લોકપ્રહરી તરીકેની જવાબદારીની સરાહના કરી હતી.
મુખ્ય વકતવ્યમાં જાણીતા પત્રકાર અને લેખક રાજુલભાઈ દવેએ પોતાના પત્રકારત્વના અનુભવો વર્ણવવાની સો પત્રકારત્વ અને લોક માધ્યમોમાં અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીના પ્રદાનને યાદ કરી આપણા આ અમુલ્ય વારસાને જિવંત રાખવા અને પેઢી સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.
સેમિનારની સો પત્રકારત્વ ભવનના વિર્દ્યાીઓ દ્વારા નિર્મિત ‘લક્ષ્યવેધ’ સામયિકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ તકે જાણીતા પત્રકાર અને લોકસાહિત્યકાર નીલેશભાઈ પંડયાએ ‘લક્ષ્યવેધ’ના નિર્માણની સફર વર્ણવી વિર્દ્યાીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભવનના અધ્યક્ષા ડો.નીતાબેન ઉદાણીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો.અંબાદાન રોહડિયાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. અંતમાં આભારવિધિ તુષારભાઈ ચંદારાણાએ અને કાર્યક્રમનું સંચાલન ડો.યશવંત હિરાણીએ કર્યું હતું.