શિક્ષકોને વિભાગીય અભ્યાસક્રમો, મોનિટરીંગ પાવર, શિક્ષણમાં ઉન્નતિ, અભિવૃધ્ધિ માટેની પ્રક્રિયાઓ, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના સંબંધો વગેરે વિષયો પર તાલીમ અપાઈ
બદલાતા સમયમાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા નિરંતર પરિવર્તનો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કરવામાં આવેલા સુચનોને ધ્યાનમાં લઇ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જીલ્લા દ્વારા તેમની શાળાઓના 1000 થી વધુ શિક્ષકોને તાલીમબદ્ધ કરવા માટે સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ વખત નિરંતર ટીચર્સ ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . તાજેતરમાં ટીચર્સ ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત બીજા અને ત્રીજા તબક્કામાં હેમુ ગઢવી હોલ તથા એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે વિવિધ ઝોનના પ્રિ – પ્રાયમરી અને પ્રાયમરી વિભાગના 570 શિક્ષકોને તાલીમા આપવામાં આવી હતી .
આ ટ્રેનિંગ કાર્યક્રમનું ઉદધાટન જાણીતા શિક્ષણવિદ્ અને કેળવણીકાર ગિજુભાઈ ભરાડ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું . રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા ગિજુભાઈ ભરાડનું સ્વાગત કર્યું હતું . આ પ્રસંગે ગિજુભાઈ ભરાડ દ્વારા શિક્ષકોને ખૂબ જ પ્રેરણાદાયી ઉદબોધન કરવામાં આવ્યુ હતું તેમણે દરેક શિક્ષકોને આજના ઝડપી યુગમાં નિરંતર કંઈક ને કંઈક નવું શીખી અને સજ્જ રહેવા કહ્યું હતું . તેમજ નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 મુજબ પ્રવૃતિમય શિક્ષણ કાર્ય કરવા માટે પ્રેરણા આપી હતી . ે ગિજુભાઈ ભરાડના વક્તવ્યથી અને તેમના શિક્ષણ ક્ષેત્રના અનુભવોથી ઉપસ્થિત શિક્ષકોને ખૂબ જ પ્રેરણા મળી હતી . આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ ડી . વી . મહેતા જણાવ્યુ હતું કે ” આ પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા શિક્ષકો પ્રસ્તુત પરિસ્થિતિઓમાં અને શૈક્ષણિક માર્ગદર્શનમાં સુધારો લાવી શકે છે . જેનો સમાજને વ્યાપક લાભ થશે .
” ટ્રેનિંગ કાર્યક્રમના બીજા અને ત્રીજા તબક્કામાં કુલ 570 શિક્ષકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત અને 20 વર્ષથી પણ વધુ સમયનો શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોને તાલીમ આપવાનો અનુભવ ધરાવતા નિષ્ણાત ટ્રેનર પરેશભાઇ ભટ્ટ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી . તેમણે આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં શિક્ષકોને અનેક મહત્વપૂર્ણ વિષયો અને શૈક્ષણિક નવીનતાઓથી અપડેટ રહેવા જણાવ્યું હતું . આ ઉપરાંત સંશોધિત કાર્યની સાથે વિભાગીય અભ્યાસક્રમો, શિક્ષકોનો મોનિટરિંગ પાવર, શિક્ષણમાં ઉન્નતિ, અભિવૃદ્ધિ માટેની પ્રક્રિયાઓ, તાલીમની ટેકનીકો, શિક્ષક – વિધાર્થી વચ્ચેનાં સંબંધો વગેરે વિષયો પર તાલીમ આપવામાં આવી હતી અને તે મુજબ શાળામાં અભ્યાસની પદ્ધતિ અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
ટીસર્ચ ટ્રેનીંગના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ ડી.વી. મહેતાની આગેવાનીમાં મહામંત્રી પરિમલભાઈ પરડવા મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ સુધીપભાઈ મહેતા, કોઠારીયા ઝોન ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગોંડલીયા, મવડી ઝોન ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાય રાણાભાઈ ગોજીયા, રામભાઈ ગરૈયા, વિનુભાઈ લોકીલ શ્રીકાંત તન્ના તેમજ કારોબારી સમિતિના સભ્યો દ્વારા ખાસ જહેમત ઉઠાવવામા આવી રહી છે.