૧૬ જેટલી ખાનગી કંપનીઓએ ભાગ લઈને ઉમેદવારોની પસંદગી કરી
મોરબીમાં આજ રોજ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર દ્વારા રોજગારી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. ભરતી મેળામાં ૮૦ તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. મોરબી માં યુવાનો ને રોજગારી મળે તે માટે વારંવાર રોજગારી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજે સવારે મોરબી ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રમાં રોજગાર મેળો યોજાયો હતો જેમાં ૧૫ જેટલી ખાનગી કંપનીઓ એ આ મેળા માં ભાગ લીધો હતો.
જેમાં આજે ૮૦ તાલીમાંથીઓ ની ખાનગી કંપની દ્વારા પસંદગી કરવામાં આવી હતી. આ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રમાં અલગ અલગ કોર્ષ ની તાલીમ આપવામાં આવે છે જેમાં સિલાઈ મશીન ઓપરેટર રિટેલ ,ટ્રેઈન એસોસિએટ , વેર હાઉસ પેકર,ડ્રોમેસ્ટ્રીક ડેટા એન્ટ્રી ઓપરેટર , ફિટર: સ્તર ગોઠવણી સંતુલિત જેવા કોર્ષ ની તાલીમ આપવામાં આવી રહી છે.મોરબી નું આ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર મોર્ડન રીતે સજ્જ કરવામાં આવ્યું છે
જેમાં દરેક કલાસ રૂમ માં એસી.સી , સીટીવી કેમેરા, પાણી પીવા માટે આરોપ્લાન, તમામ કલાસ માં પ્રોજેક્ટર ,કોમ્પુટર લેબ, વાંચન માટે લાયબ્રેરી, પ્રેક્ટીકલ માટે આધુનિક સાધનો થી સજ્જ પ્રેક્ટીકલ લેબ, ઓડિયો વીડિઓ ના ઉપકરણો દ્વારા તાલીમ, રોજગારી આપવા માટે અનુભવી ટીમ થી સજ્જ છે. આ મોરબીનું પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ..
આમાં વિદ્યાર્થી પાસે થી કોઇપણ પ્રકાર ની ફી લેવામાં નથી આવતી તદન ની:શુલ્ક માં બધા કોર્ષ કરાવવામાં આવે છે. તાલીમ પુરી થતા ભારત સરકાર દ્વારા ભારત સરકાર માન્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.