70 માં પ્રજાસતાક દિવસને આડે માત્ર ગણતરીની કલાકો જ બચી છે ત્યારે દેશના તમામ લોકોમાં પ્રજાસતાક દિનની ઉજવણીને લઈ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ,  ખાસ તો યુવા ધનમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે , 26 મી જાન્યુયારીના રોજ ભારતીય બંધારણની સ્થાપના કરવામાં આવી હતી , દેશભક્તિની મિસાલ , સુરક્ષા , સંરક્ષણ અને શક્તિ દર્શાવતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે આગામી 26 મી ની પરેડમાં ગુજરાત રાજ્યના વિવિધ 17 ગ્રૂપ હેડ ક્વોટરમાથી કુલ 106 એનસીસી કેન્ડીડેટની પસંદગી કરવામાં આવી છે .

આ દિવસે  દિલ્હી રાજપથ ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશની સંસ્કૃતિની, સુરક્ષણ , થળ સેના , વાયુ સેનાની  ઝાંખી  દર્શાવવામાં આવે છે ગુજરાતમાંથી પસંદગી પામેલ 106  એનસીસી કેડેટ્સ રાજપથ ખાતે યોજનાર પરેડમાં જોડાશે , જેમાંથી રાજકોટના  પણ કેટલાક એનસીસી કેડેટસ્નું સિલેક્સન કરવામાં આવ્યું છે.

26 મીની પરેડમાં વિવિધ રાજયોની સંસ્કૃતિની પ્રસ્તુતિ કરવામાં આવે છે , જેમાં દેશભક્તિથી છલોછલ રંગારંગ કાર્યક્રમો કરવામાં આવે છે , જેમાં ગુજરાતનાં ગરબા , પંજાબી ભાંગળા જેવા પરંપરાગત કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવે છે , રાજકોટની વિરાણી કોલેજ , પી.ડી . માલવિયા અને ક્રાઈસ્ટ કોલેજના પણ એનસીસીના વિધ્યાર્થીઓ પસંદગી પામ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.