36 વર્ષ સુધીનાં ઉમેદવારો ભાગ લઈ શકશે: જૈન અગ્રણીઓ, સંસ્થાઓ, ગ્રુપોનો સહકાર: ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી
જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર – રાજકોટ મેઈન આયોજીત જીવનસાથી જૈન અપરિણીત યુવક – યુવતી પરિચય મેળો ર0ર3 તારીખ 1ર/ર/ર0ર3 રવિવાર સવારે 8:30 કલાકે સ્થળ- વી.વી.પી. એન્જીન્યરીંગ કોલેજ હોલ, કાલાવડ રોડ , મોટલ ધ વિલેજ ની સામે – રાજકોટ ખાતે યોજાનાર છે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલ આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.
આજે આપણા સમાજ માં દરેક વડીલો ને પોતાના સંતાન ના સગપણ તેમજ લગ્ન માટે બહુજ મોટી સમસ્યા ઉભી થઈ ગયેલ છે . આ અનુસંધાને જૈન જાગૃતિ સેન્ટર – રાજકોટ વડીલોની સમસ્યાનો હલ થાય તે હેતુથી જૈન ના તમામ ફિરકાઓ માટે જીવનસાથી જૈન અપરિણીત યુવક યુવતી પરિચય મેળો -ર0ર3 નું આયોજન તારીખ – 1ર/0ર/ર0ર3 ના રોજ જૈન જાગૃતિ સેન્ટર – રાજકોટે રાજકોટ મુકામે રાખેલ છે. જેજેસી રાજકોટ આ પાંચમો જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરી રહીથા છે . આ પરિચય મેળા ની વિશેષતા એ છે કે દરેક પરિયય મેળા માં કઈક ને કઈક નવીનતા હોય છે જે દરેક નાના મોટા સેન્ટરો માં યુવા મેળાના ફોર્મ મળી શકશે. તેમજ ત્યાંજ સ્વીકારવામાં આવશે . તદુપરાંત જૈન જાગૃતિ સેન્ટર ની વેબ સાઈટ ઉપરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકશો ( ૂૂૂ.ષફશક્ષષફલિીશિં.ભજ્ઞળ )
– બીજી વિશેષતા એ છે કે આ મેળા માં અપરિણીત યુવક – યુવતી તેમજ ઉપર વર્ષ 36 સુધીના કેન્ડીડેટ જ ભાગ લથ શકશે . આ પરિચય મેળા માં રાજકોટ ના તમામ જૈન અગ્રણીઓ , જૈન સંસ્થાઓ તેમજ જૈન ગ્રુપો નો સહકાર મળી રહયો છે.
જૈન જાગૃતિ સેન્ટર ના તમામ કલેક્શન સેન્ટર પર ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક જગ્યાએ સારા એવા ફોર્મનું કલેક્શન આવી રહ્યું છે તેમજ સારી એવી ઇન્કવાયરી ચાલુ જ છે . માટે જો આપ આ પરિચય મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય તો વહેલી તકે આપના ફોર્મ ભરી આપવા અને
વિશેષ માહિતી માટે દિવ્યેશભાઈ દોશી -98ર43758ર0, દિશીતભાઈ મહેતા -93ર745015ર નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
જીવન સાથી પસંદગી માટે સ્વતંત્રતા આપવી સમયની માંગ: દિવ્યેશ દોશી
સાંપ્રત પરિસ્થિતિમાં યુવક-યુવતિઓને તેની ઈચ્છા મુજબના જીવનસાથીની પસંદગી કરવા માટે તેમને સ્વતંત્રતા સાથે સમય પણ આપવો જોઈએ. મા-બાપની નહી દિકરા-દિકરીની પોતાની લાયકાત હવે જોવાય છે. નાના નાના સેન્ટરોમાં બધીરીતે સક્ષમ હોવા છતાં યુવકનું સગપણ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સમાજની દિકરીઓએ થોડુ સમજવાની જરૂર છે અને મોટા સીટીઓનો મોહ છોડવો જરૂરી બન્યો છે.