પવિત્ર શ્રાવણમાસમાં શિવજીની પૂજા-અર્ચના અને તેમની વાતો સાંભળવાથી પુણ્ય મળે છે તેવું તો સાંભળ્યું હશે તો આવો આજે અમે તમને શિવજીના એવા મંદિરની વાત વિશે જણાવીશું જ્યાં દર ૧૨ વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે.

હિમાચલના કુલ્લુ શહેરમાં વ્યાસ અને પાર્વતી નદીના સંગમની પાસે એક ઉંચા પર્વતની ઉપર મહાદેવનું પ્રાચીન મંદિર છે. માનવામાં આવે છે કે આ વિશાળકાય ઘાટી પર સાપનું સ્વરૂપ છે. અને આ સાપનો વધ ભગવાન શિવે કર્યો હતો. અને અહીં જે સ્થળ પર મંદિર છે ત્યાં દર ૧૨ વર્ષે શિવલિંગ પર એક વખત ભયંકર આકાશમાંથી વીજળી પડે છે આથી શિવલિંગ ખંડિત થઇ જાય છે. ત્યારબાદ પૂજારી ખંડિત શિવલિંગના ટુકડાને માખણથી જોડે છે. અને થોડાક મહિના બાદ શિવલિંગ પહેલા સ્વરૂપમાં પરાવર્તિત થઇ જાય છે અને બીજા પ્રશ્નએ પણ મનમાં થશે કે આ જગ્યાનું નામ કુલ્લુ શા માટે પડ્યુ? તેની પાછળ એક મોટી પૌરાણીક કથા છે કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં અહી ફલાંત નામનો રાક્ષસ રહેતો હતો અને તેણે નાગણધારથી અજગરનું સ્વરૂપ ધારણ કરીને મંડીના ધોગ્ધરધાર થઇને લાહૌત સ્થિતિથી મથાણ ગામ આવી ગયો. અને તે અજગર સ્વરૂપ બનીને વ્યાસ નદીના પ્રવાહને રોકીને આ જગ્યાને પાણીમાં ડુબાડવા માંગતો હતો.

તેની પાછળનો ઉદેશ્યએ હતો કે અહીં રહેનાર તમામ જીવજંતુ પાણીમાં ડુબીને મરી જશે. જેથી ભગવાન શિવ ફલાંતના આ વિચારથી ચિંતિંત થઇ ગયા. ભગવાન શિવે રાક્ષસને પોતાના વિશ્વાસમાં લીધા અને તેના કાનમાં કહ્યું કે તેની પૂછડીમાં આગ લાગી છે. આટલુ સાંભળતા તે પાછળ ફર્યા ત્યાં જ શિવજીએ પોતાના ત્રિશુલથી રાક્ષસના માથા પર હુમલો કર્યો આથી તે મૃત્યુ પામ્યો ફલાંત રાક્ષસનું શરીર જેટલા ભાગમાં પથરાયુ હતું એટલો ભાગ પર્વતમાં ફેરવાઇ ગયો. જેથી ફલાંતથી કુલુત અને ત્યારબાદ કુલ્લુ નામ પડ્યુ.ત્યારબાદ ભગવાન શિવએ ઇન્દરને આદેશ આપ્યો કે દર ૧૨ વર્ષમાં આ જગ્યા પર વીજળી પડે છે અને શિવલીંગ ખંડીત થઇ જાય છે. અને અહીંના લોકો મંદિર પર વીજળી પડતા પણ જુએ છે અને તેના લીધે તેને વીજળી મહાદેવ પણ કહેવાય છે.

અને આ સ્થળ દરિયાઇ સપાટીથી ૨૪૫૦ મીટરની ઉંચાઇએ આવેલું છે તેમજ કુલ્લુ શહેરથી વીજળી મહાદેવ પર્વત લગભગ ૭km દૂર છે. અને વીજળી મહાદેવના દર્શન માટે લોકો દેશ-વિદેશથી અહીં પુજા-અર્ચના કરવા શ્રધ્ધાળુઓ આવી પહોચે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.