ભારતીય સ્વરક્ષણ પ્રયોગ શાળાએ સૈનિકોના ઘાવ ઝડપથી રૂઝાય અને મૃત્યુ નિવારી શકાય તેવી દવાની કરી શોધ
વતનની રક્ષા માટે જીવ જોખમમાં મુકનારા સૈનિકોને કપરા સમયે મૃત્યુથી બચાવવા માટે સંજીવની સમાન દવાની શોધ કરાઈ છે. સરહદ ઉપર અથડામણ વખતે ગોળી લાગવાથી કેટલીક વખત સૈનિકોના મોત હોસ્પિટલે પહોંચ્યા પહેલા જ થઈ જતાં હોય છે ત્યારે તેનું મુખ્ય કારણ છે કે, ગોળી વાગવાથી શરીરમાંથી મોટી માત્રામાં લોહી વહી જાય છે જેને લઈ સૈનિકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. આ સમયે તેમને હોસ્પિટલે પહોંચાડાય ત્યાં સુધી ઓક્સિજન સમાન ઉપયોગી એવી દવાની શોધ કરવામાં આવી છે જે સૈનિકોને ઈજા વખતે તેના રકત સ્ત્રાવને અટકાવશે અને જીવનદાન માટે ઉપયોગી બનશે. મેડિકલ લેબોરેટરીએ કોમ્બેટ કેઝયુલેટરી ડ્રગ્સ નામની દવા બનાવી છે જેનો દાવો છે કે, આત્મઘાતી હુમલા જેવી પરિસ્થિતિમાં જવાનોના જીવ બચાવવા માટે આ જડીબુટિ સમાન દવા ઉપયોગી બનશે.
યુધ્ધ અને પુલવામાં આત્મઘાતી હુમલા જેવી સ્થિતિમાં જીવલેણ ઈજાઓમાંથી સૈનિકોને ગણતરીની કલાકોમાં જ ઉગારી લેતી દવા ડિફેન્શ રિસર્ચ ડેવલોપમેન્ટ ઓર્ડીનાઈઝેશન (ડીઆરડીઓ) મેડિકલ લેબોરેટરીએ કોમ્બેટ કેઝયુલેટરીની શોધ કરી હોવાનો દાવો કરાયો છે. યુધ્ધ મોરચે કે હુમલા સ્થળેથી હોસ્પિટલ સુધી પહોંચાડવાના અતિ કપરા સમયમાં સંજીવની સાબિત થતી આ દવાથી શરીરમાંથી વહેતુ લોહી અટકાવી તાત્કાલિક ડ્રેસિંગ ન થઈ શકે તેવી સ્થિતિમાં સૈનિકોને મોતના મુખમાંથી ઉગારી લેવાની ક્ષમતા આ દવામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પુલવામાં જેવા કિસ્સામાં સૈનિકોની ખુવારીનો આંકડો આવી દવાથી રોકી શકાશે. ન્યુક્લિયર મેડિકલ એન્ડ એલાઈડ સાયન્સની લેબોરેટરીએ ગંભીર રીતે ઘવાયેલા સૈનિકો કે જેમની પાસે જીવન રક્ષા માટે ખુબજ ઓછો સમય હોય છે તેવી સ્થિતિમાં શરીરમાંથી વહેતુ લોહી અટકાવી બ્લડ પ્રેશર અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટેના સંતુલન માટે અસરકારક બની શકે તેવી આ દવાથી ઘવાયેલા સૈનિકોનું લોહી વહેતુ અટકાવી દર્દ ન થાય તેવી આ દવા ટૂંક સમયમાં જ સૈનિકોના ઉપયોગમાં આવશે એવો દાવો લાઈફ સેવિંગ્સ ઓર્ગેનાઈઝેશનના ડીજી આર.કે. સિંઘે કર્યો છે.
આ નવી દવા આપણા બહાદુર સિપાહીઓને ઘાયલ અવસ્થામાં લોહી જવાથી બચાવી લેશે અને યુધ્ધ અને હુમલાના સ્થળથી સલામત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. ઘણી વખત વ્યાપક ખુંવારીની આફતના સમયમાં દર્દીઓ સામે એકમાત્ર ડોકટર અને મર્યાદિત સારવારના સાધનોની પરિસ્થિતિમાં ઘણીવાર સમયસરની સારવારના અભાવે જાનહાનિનો આંક વધતો હોય છે. યુધ્ધ ભૂમિ, જંગલ, પહાડી વિસ્તાર અને તાત્કાલીક સારવાર માટે જરૂરી વાહન-વ્યવહારના સાધનોના કારણે ઘવાયેલા સૈનિકોને તાત્કાલીક સારવાર મળી નથી તેવી સ્થિતિમાં આ દવા જીવન રક્ષક તરીકે ઉપયોગી થશે.
તબીબી વિજ્ઞાનિકોએ બ્લાયસીફેટેડ સેલાઈન તરીકે વિકસાવેલી આ દવા યુધ્ધ ભૂમિ પર ઘવાયેલા સૈનિકોનું વહી જતુ લોહી અટકાવવામાં મદદરૂપ થશે અને ૧૮ ડિગ્રી જેટલા નીચા તાપમાનમાં પણ તે જામિયા વગર સુરક્ષીત રહી શકશે.
દવાની ઉપલબ્ધીથી સૈનિકોના મૃત્યુદર નિવારવામાં સફળતા મળશે. ઈન માસના વરિષ્ઠ વિજ્ઞાનિક માંજુબાલાએ જણાવ્યું હતું કે, આ દવા લોહી વહેતુ અટકાવી દેશે અને મગજ, ફેફસાની માંસપેશીઓને લોહી વહી જવાથી થતી ઈજાઓથી બચાવશે.
ઘવાયેલા સૈનિકને લોહી વહી કોમામાં સરી પડવા અને શ્વાસ રૂધાય જવાની સ્થિતિમાં મોત થઈ જાય છે. આ દવા આવી પરિસ્થિતિને રોકવામાં રામબાણ સાબિત થશે. તેમ અમિત ત્યાગીએ જણાવ્યું હતું. એન્ટિસેપ્ટીક એન્ટી બાયોટીક દવા શરીરના ઘાવમાંથી વહેતુ લોહી રૂના એક પોતાથી જ દવા લગાડવાથી અટકાવી શકાશે અને પાંચ ગણી વધુ ઝડપથી રકતનું બગાડ રોકી શકાય છે. ઈન્દમાસ દ્વારા વિકસાવવામાં આવેલી આ દવા હવે સૈનિકોની મોતની દિવાલ રોકી દેશે તેમ ભટનાગરે જણાવ્યું હતું.
ગૃહ મંત્રાલયે આ નવી દવા સૈનિકોને સરળતાથી ઉપલબ્ધ થાય અને મર્યાદિત કિંમતોમાં મળી રહે તેની હિમાયત કરી છે. સૈનિકોના જે ભાગમાં ઈજા થઈ હોય ત્યાં લગાડતાની સાથે લોહી વહેતુ અટકી જાય છે અને સાથે સાથે ઈજાગ્રસ્ત વિસ્તારમાં કપાઈ ગયેલી માંસપેશીઓ જોડવાનું કામ પણ કરે છે. અત્યારે સૈનિકોને થતાં દુ:ખાવા માટે વિશેષ પ્રકારના ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે જે સૈનિકોને દુ:ખાવાનો અનુભવ થવા દેશે નહીં આ નવા દવાના સંશોધનથી ઘવાયેલા સૈનિકોની સારવારના વિલંબથી જીવન ગુમાવવું નહીં પડે.