બે દિવસના રિમાન્ડ : એલસીબીએ કબાટ સીલ કર્યો 

જામનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીને એસીબીએ રૃા. પાંચ લાખની શક પડતી રોકડ સો પકડ્યા પછી તેઓની ઓફિસ, મકાનની તલાસી લેવાતા વધુ રૃા. પાંચ લાખ રોકડા અને સોનાની બે લગડી મળી હતી. આ અધિકારીને ગાંધીનગરની અદાલતે બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. જામનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા ભાયાભાઈ ગીગાભાઈ  (બી.જી.) સુત્રેજા નામના ઓફીસરને છેલ્લા એકાદ મહિનાી વોચ રાખીને બેસેલી લાંચ રૃશ્વત વિરોધી શાખાની કચેરીના સ્ટાફે રૃા. પાંચ લાખની રોકડ રકમ સો પકડી લીધા હતાં. આ અધિકારી ઉપરોક્ત રકમ અમદાવાદ સ્તિ પોતાના ઘરે લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. તે પછી એસીબીએ તે અધિકારીને નિવાસસને દરોડો પાડી ચકાસણી કરતા રૃા. પાંચ લાખની વધુ રોકડ તેમજ દસ ગ્રામની એક એવી બે સોનાની લગડી મળી આવી હતી.

તે અધિકારી પાસે આ રકમ ક્યાં આવી તેની તપાસ શરૃ કરવાની સો એસીબીએ રૃા. દસ લાખ રોકડા અને લગડી કબજે લીધા હતાં. તે પછી ગઈકાલે આરોપી ભાયાભાઈ સુત્રેજાને રિમાન્ડની માંગણી સો ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવી રિમાન્ડ મંગાતા અદાલતે ક્લાસ વન અધિકારીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. શહેરના રામેશ્વરનગર વિસ્તાર પાસે સરદાર પટેલ ભવનમાં આવેલી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ભાયાભાઈ સુત્રેજા ફરજ બજાવતા હતાં અને જયંત સોસાયટીમાં તેઓનું મકાન આવેલું છે તે બન્ને સ્ળે પણ એસીબીએ ચકાસણી હા ધરી એક કબાટ સીલ કરી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.