નાનપણમાં રમતા રમતા, ચાલતા, દોળતા, કેટલીય વાર પડ્યા હસુ અને તે વાઘેલાના નિશાન હજુ પણ આપણી સ્કિન પર હશે. પરંતુ ક્યારેક ચહેરા પાર કે એવી જગ્યાએ એ વાગેલનું નિશાન રહી જાય છે કે તે પરેશાની બની જાય છે. પરંતુ વિજ્ઞાન જગત ખુબ મોટું છે અને દિવસેને દિવસે એમાં નવા નવા સંશોધનો થતા રહે છે જે માનવ જીવન માટે ખુબ સરળતા બક્ષે છે. ત્યારે અત્યાર સુધીમાં વિજ્ઞાને કૃત્રિમ હાથ, પગ, હ્યદય, પણ બનાવી લીધું છે તેવા સમયે એક એવો આવિષ્કાર કર્યો છે જે અલગ જ રીતે ઉપચાર કરવાની ક્ષમતા ધરાવે છે.તો આવો જાણીએ એ આવિશકર વિષે…
વિજ્ઞાનિકોએ હવે એવી ઇલેક્ટ્રોનિક સ્કિન તૈયાર કરી છે જે વાગ્યાને સરખું કરવામાં મદદરૂપ થાય છે. આ કૃત્રિમ સ્કિન ખુબજ ફ્લેક્સિબલ હોઈ છે,જ્યાં લાગ્યું હી ત્યાં તેને લગાવવાથી તાત્કાલિક તે જખમ ભરાઈ જાય છે અને તેના અસલ સ્વરૂપમાં આવી જાય છે. એ સ્કિન સેન્સેટિવ હોઈ છે એટલે તેને અડવાથી તેની જાણ થયી જાય છે.
કૃત્રિમ સ્કિનના ઉપયોગો…
આ કૃત્રિમ સ્કિનનો ઉપયોગ કિડની, લીવર વગેરે જેવા મહત્વના અંગોને સાજા કરવામાં થઇ શકે છે.
કઈ રીતે બનાવવામાં આવે છે???
યુ.એ.ઈ. ની યુનિવર્સીટી ઓફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસરના જણાવ્યા અનુસાર આ સ્કિન હાઈડ્રોજેલ અને કાર્બાઇડને મિક્સ કરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત હાઈડ્રોજેલની સેન્સિટિવિટી એક નવી સફળતા છે જેના દ્વારા ભવિષ્યમાં અનેક લાભ થયી શકે છે.