- સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ મહાઆરતીનો લીધો લ્હાવો
સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ઘ્વારા તા. 7-9-2024 ના ગણેશ ચતુર્થીના દિવસે સવારે શુભ મુર્હુતમાં વાજતે ગાજતે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી તથા પ્રથમ દિવસે 7 તારીખની મહાઆરતી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવેલ હતી તથા આરતી પૂર્ણ થયા બાદ સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ હતી.
તા. 8-9 ના સાંજે મહાઆરતીમાં મુળ ભારતીય અને હાલ પોલેન્ડના રહેવાશી બ્રિજેશ દિલીપભાઈ નંદાણી કે જેઓએ યુક્રેન તથા રશિયાના યુધ્ધ દરમિયાન હજારો સ્ટુડન્ટને પોતાના ખર્ચે પોતાની હોટલમાં રહેવા તથા જમવાની સગવડ તદ્દન મફતમાં કરી આપી ભારત દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી તે “સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય છે તેમના તથા તેના સમગ્ર પરિવાર ઘ્વારા કરવામાં આવેલ હતી.
“સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ” આયોજીત ગણેશ મહોત્સવમાં શરૂઆતથી રોજના 25000 થી 30000 ભાવિકો દર્શન કરવા આવે છે તથા પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માનતા રાખે છે. “સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ” ના તમામ સભ્યો દરેક ભાવિકોને ગણપતિ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપે છે.
- રાજકોટ કા મહારાજાની પ્રથમ મહાઆરતીથી ભારદ્વાજ પરિવાર બન્યો ધન્ય
- ભૂદેવ દેવા સમિતિ આયોજીત
- કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અધિકારી, પદાધિકારીએ લીધો દર્શન લાભ આજે રાત્રે બાળકોની વેશભૂષા સ્પર્ધા
ભૂદેવ સેવા સમિતિ આયોજીત રાજકોટ કા મહારાજાનું સંસ્થા દ્વારા 16 માં વર્ષે ડો યાજ્ઞિક રોડ જાગનાથ પોલીસ ચોકી પાસે દસ્તુર માર્ગ ખાતે વિશાલ પંડાલમાં મુંબઈના લાલ બાગ કા રાજા ની ઝાંખી કરાવતી ઇકો ફેન્ડલી માટીની 9ફુટની મૂર્તિ નું શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી અને શાસ્ત્રી ગોપાલભાઈ જાની દ્વારા વૈદિક મંત્રોચારથી દુંદાળા દેવનું 11 દિવસના ગણેશ મહોત્સ્વનું જાજરમાન સ્થાપન કરવામાં આવ્યું છે.
ભૂદેવ સેવા સમિતિ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મયુવા અગ્રણી અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના પૂર્વ સદસ્ય તેજસ ભાઈ ત્રિવેદી વધુમાં જણાવેલછે કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજકોટ કા મહારાજા ની પ્રથમ મહાઆરતી ભારદ્વાજ પરિવાર અને બ્રહ્મસમાજ ના અલગ અલગ તડગોળના પ્રમુખો હસ્તે કરવામાં આવી હતી દુંદાળા દેવ ની પ્રથમ દિવસ ની આરતીમાં અલ્કા બેન અભયભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ અગ્રણી અને બ્રહ્મસમાજ ના માર્ગદર્શક નીતિનભાઈ ભારદ્વાજ તેમના ધર્મ પત્ની શ્રીમતી વંદના બેન ભારદ્વાજ, એડવોકેટ અંશભાઈ અભયભાઈ ભારદ્વાજ, ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ કમલેશભાઈ જોશી, મહેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ, પરાગ ભટ્ટ મહામંત્રી ,હર્ષદભાઈ વ્યાસ જગદીશભાઈ ત્રિવેદી જનાર્દનભાઈ આચાર્ય લલિતભાઈ રાવલ, મુનિરભાઈ દવે મોરબી વાંકાનેર બ્રહ્મસમાજ રાજકોટ પ્રમુખ મહેન્દ્રભાઈ રાવલ, ઉપપ્રમુખ કિર્તીભાઈ રાવલ, નયનભાઈ ઠાકર, હરેશભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ પંડ્યા, વિનુભાઈ ઠાકર, અલ્કેશભાઇ દવે, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય સહપરિવાર, ગિરીશભાઈ દવે, કૌશિકભાઇ પાઠક, પ્રમુખ મધુકરભાઈ ખીરા, ધ્રોલ બ્રહ્મસમાજના યુવા અગ્રણી કેતનભાઈ ઠાકર સહપરિવાર તથા ગુજરાત રાજ્યના કેબિનેટ શ્રીમતી ભાનુબેન બાબરીયા અને મનહરભાઈ બાબરીયા દુંદાળા દેવના આશિર્વાદ લેવા ખાસ પધાર્યા હતા.
બીજા દિવસની મહાઆરતીમાં યજુર્વેદી શ્રીમાળી બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દિલીપભાઈ દવે, હિતેષભાઇ દવે, ધનનંજયભાઈ દવે, ર્ે હરેશ ભાઈ દવે, ભરતભાઈ દવે, સમીરભાઈ દવે, આશિષભાઇ દવે, પરેશભાઈ દવે અનિલભાઈ ત્રિવેદી મૌલિકભાઈ ઉપાધ્યાય, વિકીભાઈ ઠાકર, વિજયભાઈ જોશી, ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ વિઘ્નહર્તાના દર્શને પધાયા હતા
આજે રાત્રે રાજકોટ કા મહારાજા ખાતે નાના બાળકો માટે વેશભૂષા નો કાર્યક્રમ રાખેલ છે
રાજકોટ કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ ને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને બ્રહ્મ યુવા અગ્રણી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિના મુખ્ય હોદેદારો તેમજ મહિલા પાંખ યુવા પાંખ અને બ્રહ્મસમાજ ના યુવાનો તનતોડ મેહનત કરી રહ્યા છે.