પડધરીના તમામ યુવક મંડળો, ગણેશ ઉત્સવ સમિતિ, ગરબી મંડળ, ધુન-મંડળ, સત્સંગ મંડળ તથા તમામ સંપ્રદાયના સાધુ,સંતો, અબાલ વૃદ્ધ તેમજ તમામ નાગરીકો શોભાયાત્રામાં જોડાશે. પડધરીના મુખ્ય માર્ગો ઉપરથી શોભાયાત્રા નિકળે ત્યારે દરેક નગરજનોએ યાત્રીકોને સાથ સહકાર આપી તેમજ પાણી, સરબત, વગેરે પીવડાવી યાત્રાનું સન્માન કરશે.
લોક જાગૃતિ માટે એક સ્કુટર રેલીનું આયજન કાલે તા.રરને ગુરૂવારે બપોરે ૩ કલાકે કરેલ છે. જેનો રૂટ મોવૈયા સર્કલથી શરૂ કરી મેઇન રોડ, દરવાજા ચોક, ભરવાડ વાસ, દેવીપુજકવાસ, સતવારા વાસ, રામજી મંદિર, મેઇન બજાર, મોચી બજાર, પાણીયારી શેરી, રજપુત વાસ, ધર્મશાળા ચોક, બસ સ્ટેશન પાસેથી મેઇન રોડ, મામલતદાર ઓફીસ રોડ, ગીતાનગર, આંબેડકર નગર, ખોડીયાર મંદિર, મોવૈયા ગામ, મોવૈયા સર્કલે પુર્ણ થશે.
રથયાત્રા પડધેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરીને મેઇન બજાર, રામજી મંદિર, સતવારા શેરી, દેવીપુજક વાસ, ગોપાલપરા, જુની શાક માર્કેટ, મોચી બજાર, ધર્મશાળા ચોક, દરીયાલાલ મંદિર, પાણીયારી શેરી, હવેલી મંદિરે પુર્ણ થશે.