ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ પ્રકારની કામગીરી થઈ રહી છે. ત્યારે સ્વરાજ ફાઉન્ડેશન સંચાલીત રાઈઝીંગ ઈન્ડીયા પરિવાર સંજયભાઈ ગોસ્વામી અને મેટ્રો ગીજુત્સુ સેન્ટરના સહયાગેથી સિવિલ હોસ્પિટલના કોરોન્ટાઈન વિભાગમાં દિવસ રાત સેવા આપતા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને ત્યા અવર જવર કરતા દર્દીઓનાં સંરક્ષણ માટે અને કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે સેનીટાઈઝર મશીન વિનામૂલ્યે અર્પણ કર્યું હતુ.

રાજયમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝીટીવ કેસના આકડા વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૫ જિલ્લાઓમાં સંક્રમણના કારણે કોરોના વાઈરસનો ચેપ પ્રસરીચૂકયો છે. આ સંક્રમણનો રાજકોટ શહેરમાં વ્યાપ ઘટાડવા માટે અને સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે સ્વરાજ ફાઉન્ડેશન સંચાલીત રાઈઝીંગ ઈન્ડીયા પરિવાર સંજયભાઈ ગોસ્વામી અને મેટ્રો ગીજુત્સુ સેન્ટરના સભ્યોને નવો વિચાર આવ્યો હતો. કે સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં સેનેટાઈઝ મશીન મૂકવું જેનાથી દર્દીની સારવાર આપતા ડોકટરો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીને સંક્રમણથી અટકાવી તેનું સંરક્ષણ કરી શકાય તેવા હેતુસર અન્યમિત્રોની મદદ મેળવી સેનેટાઈઝ બનાવવાનું નકકી કર્યું હતુ. ૨૧ દિવસના લોકડાઉન વચ્ચે ભાજપના અગ્રણીઓનો સંપર્ક સાધી ઔદ્યોગીક વિસ્તારોનાથી કારખાનેદારોની દુકાન ખોલાવી જરૂરી મટીરીયલ્સ પ્રાપ્ત કરી સભ્યોની ટીમે ૨૪ કલાકના ટુકા સમયમાં જ સેનેટાઈઝ મશીનનું નિર્માણ કર્યું હતુ.

DSC 0097

આ સેનેટાઈઝર ગેટમાં કોઈ પણ વ્યકિત આવન જાવન કર ત્યારે ફૂટ પેડેલ દબાવી અંદર આખા શરીર પર દવાનો છંટકાવ કરી જંતુમુકત થઈ શકે છષ. ૧ લીટર કેમીકલયુકત દવાના છંટકાવમાં ૩૫ થી વધુ લોકો સેનેટાઈઝ થઈ શકે છે. જંતુમુકત લોકો થવાથી કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવી શકાય છે.

સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર કરતા તબબો, મેડીકલ સ્ટાફ અને દર્દીના સ્વજનોને ચેપ ન લાગે તથા વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે ખૂબજ જરૂરી હોવાથી સંજયભાઈ ગોસ્વામી રાઈઝીંગ ઈન્ડિયા પરિવારના હર્ષિલભાઈ શાહ, રાજભાઈ શાહ, રાજનભાઈ ચુડાસમા અને અન્ય મિત્રોનો સંયુકત ઉપક્રમે સેનીટાઈઝ મશીન વિનામૂલ્યે બનાવી સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનિષ મહેતાને અર્પણ કર્યું હતુ.

આ કામગીરીમાં સામાજીક કાર્યકર સંજયભાઈ ગોસ્વામી રાઈઝીંગ ઈન્ડીયા પરિવારના સભ્યોને તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતા, ડો. કમલ ગોસ્વામી, ચૌહાણભાઈનો સહકાર પ્રાપ્ત થયો હતો. આ તકે સંસ્થાને પ્રેરણા આપવા માટે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ભાજપ જિલ્લા પ્રમુખ ડી.કે. સખીયા સંસ્થાના હર્ષિલશાહ, રાજશાહ, રાજેન ચુડાસમાં અશ્ર્વિન પુજારા, વિશાલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી: ડો મનીષ મહેતા

DSC 0116

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબિબિ અધિક્ષક મનીષ મહેતાએ જણાવ્યુ હતુ કે કોરોના વાઇરસનુ સંક્રમણ અટકાવવા માટે સાવચેતી, સલામતી અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી છે. જો કયાય ચુક રહી જાય તો સંક્રમણ થવાનો ભય રહે. ફલુ વોર્ડમાં કોરોન્ટાઇન કરેલા દર્દીની તબિબો, નસીંગ સ્ટાફ અને તેના સ્વજનો મેઠીકલ સુવિધા સાથે સેવા કરતા હતા. પરતુ હવે સિવીલ હોસ્પિટલમાં સેનેટરાઇઝ મશીન આવતા વોર્ડમાં અવન જવન કરતા લોકો જતુમુકત બનશે. સેનેટરાઇઝ મશીનમાં હાઇડ્રોજન પેરોકરાઇડ લિકવિડના છટકાવથી ૧૨ કલાક સુધી લોકો જંતુમકત રહેશે અને સુરક્ષીત રહેશે.

મહાવિર જયંતિ નિમિતે સિવિલ હોસ્પિટલને સેનેટાઇઝ મશીન અર્પણ કરવા બદલ સ્વરાજ કાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડીયા પરિવાર અને મેદ્દો ગીજુત્સુ સેન્ટરના સભ્યોનો આભાર માનુ છું.

મહાવીર જન્મ જયંતી નિમિતે કાર્ય સફળ રહ્યુ: સંજયભાઇ ગૌસ્વામી

DSC 0125

સામાજીક કાર્યકર સંજય ગૌસ્વામીએ જણાવ્યુ હતુ કે મહાવીર જયંતિના પવિત્ર દિવસે સ્વરાજ ફાઉન્ડેશ સંચાલિત રાઇઝિંગ ઇન્ડીયા પરિવાર અને મેટ્રો ગીજુત્સુ સેન્ટરના સહયોગથી સભ્ય દ્વારા એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. મનપાના સેન્ટ્રોલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેકશન મશીન ચાલુ કરવામાં આવ્યુ હતું. પરતુ આવા મનીશની વધુ જરૂરીયાત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોવાથી અને કોરોના સંક્રમણને અટકાવવા અને ડોકટરો, તબિબિ સ્ટાફને રક્ષણ મળી રહે તેવા આશયથી ગ્રુપના સભ્યોએ લોકડાઉન વચ્ચે પણ દુકાનો ખોલાવી તાકેદે મટીરીયલ્સ એકઠું કરી ૨૪ કલાકમાં મશીનનુ નિર્માણ કર્યુ હતું. આજરોજ સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન મનિષ મહેતાને અર્પણ કર્યુ હતું. સેનેટરાઇઝ મશીનમાંથી અવન જવન કરતા તબિબો, નર્સીગ સ્ટાફ, દર્દીના સ્વજનો પણ હવે જંતુમુકત બનશે. સેનેટરાઇઝ મશીન કોરોના વાઇરસનુ સંક્રમણ અટકાવવા માટે મદદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.