લેબોરેટરી પરિક્ષણ દરમિયાન એરોવીક માઇક્રોબાયલ કાઉન્ટ ધારા-ધોરણ કરતા વધુ મળી આવતા નમૂના નાપાસ: કેશર શ્રીખંડમાં પણ સિન્થેટીક ફૂટ કલરની ભેળસેળ પકડાઇ
શુદ્વ હોવાનું માની મિનરલ વોટર ગટગટાવવું પણ જોખમી હોવાનું વધુ એક વખત પૂરવાર થયું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે સ્થળેથી લેવામાં આવેલા મિનરલ વોટર અને એક સ્થળેથી લેવાયેલા કેસર શ્રીખંડનો નમૂનો પરિક્ષણમાં સબ સ્ટાર્ન્ડ્ડ જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પર ક્ધયા છાત્રાલય પાછળ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નં.20માં વ્રજલાલ હરિભાઇ માંકડીયાના બ્રિસવેલ બેવરેજીસમાંથી બ્રિસવેલ બેવરેજીસ વીથ એડેડ મિનરલ્સ એન્ડ ઓક્સિજન પેકેજ્ડ્ ડ્રિંકિંગ વોટરનો નમૂનો લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એરોબીક માઇક્રોબાયલ કાઉન્ટ ધારા-ધોરણ કરતા વધુ હોવાના કારણે મિનરલ વોટરનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લક્ષ્મીનગર શેરી નં.6માં અલ્પેશભાઇ પ્રતાપભાઇ જોશીના શ્રી શિવાનંદ એન્ટરપ્રાઇઝમાંથી બિશન્ટ પેકેડ્ઝ ડ્રિંકિંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન રિપોર્ટમાં ઇસ્ટ એન્ડ મોલ્ડ કાઉન્ડ તથા એરોબીક માઇક્રોબાયલ ધારા-ધોરણ કરતા વધુ જણાતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જ્યારે કોઠારિયા રોડ પર 40 ફૂટ મેઇન રોડ પર સાગર સોસાયટીમાં આવેલી દિપકભાઇ ચકુભાઇ વોરાની માલિકીની યોગેશ્ર્વર ડેરી ફાર્મમાંથી લૂઝ કેસર શ્રીખંડનો નમૂનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન શ્રીખંડમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે. હવે ત્રણેય કેસમાં એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવશે.
મિક્સ દૂધ, કાળા તલ, સિરપ, તુવેર દાળ અને ઢોકળાના ખીરાના સેમ્પલ લેવાયા
કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા છે. મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બોમ્બે સિલ્વર હાઇટ્સમાં આવેલી કૃષ્ણમ ડેરી ફાર્મમાંથી લૂઝ મિક્સ દૂધ, કુવાડવા મેઇન રોડ પર હિમાલય રેફ્રીજરેટરની બાજુમાં રામજી સરબતવાળાને ત્યાંથી પાઇપનેપલ ફ્વેલર્સ સિરપ અને રોઝ ફ્લેવર્સ સિરપ, મારૂતિ નગર મેઇન રોડ પર ડીમાર્ટની સામે મિલન ખમણમાંથી લૂઝ ઢોકળાનું ખીરૂં, કુવાડવા રોડ પર મારૂતિનગર 50 ફૂટ રોડ પર આવેલા મારૂતિ સેલ્સ એન્ડ કિરાણા ભંડારમાંથી લૂઝ કાળા તલ, રિધ્ધી-સિધ્ધી જનરલ સ્ટોર્સમાંથી લૂઝ તુવેર દાળ અને સદ્ગુરૂ રણછોડનગર-3માં સામે ખોડીયાર ડેરી ફાર્મમાંથી લૂઝ મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો છે.