હિન્દુસ્તાન યુનિલીવર લી. કંપનીના અમદાવાદના બ્રાન્ચ મેનેજરે તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે મુળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી
રાજકોટમાં તાલુકા પોલીસ વિસ્તારમાં હોલસેલના વેપારીઓને ડુપ્લીકેટ સેમ્પુનું વેચાણ કરતા માંગરોળના સેલ્સમેનની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી મૂળ સુધી પહોચવા પોલીસે કવાયત હાથ ધરી છે.
બનાવ અંગેની વિગત મુજબ રાજકોટના કેટલાક વિસ્તારમાં ડુપ્લીકેટ સેમ્પનું વેચાણ થતુ હોવાની માહિતી અન્ય સેલ્સમેન દ્વારા હિન્દુસ્તાન યુનિલીવર લી. કંપનીના બ્રાન્ચ મેનેજર હિરેન મુકેશભાઈ પટેલ રહે. શ્રીધર એપાર્ટમેન્ટ ઘાટલોડીયા અમદાવાદને જાણ કરવામાં આવતા બ્રાંચ મેનેજર હીરેન પટેલએ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી સી.કે. તાલુકા વિસ્તારમાં આવેલા હોલસેલના વેપારીઓને ઓછી કિંમતે હિન્દુસ્તાન યુનિલીવર લી. કંપનીના માર્કો વાળા ડુપ્લીકેટ સેમ્પુનું વેચાણ કરતા માંગરોળના ગાંધી ચોક બકાલા માર્કેટ પાસે રહેતો અબાસ અબ્દુલ જેઠવા નામનો સેલ્સમેન આપી જતો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે અબાસ જેઠવા નામના સેલ્સમેનની ધરપકડ કરી ડુપ્લીકેટ સેમ્પુ નંગ ૮૮૦૩ કિ. રૂ. ૮૮૦૩નો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ડુપ્લીકેટ સેમ્પુના મૂળ સુધી પહોચવા કવાયત હાથ ધરી અબાસ જેઠવાની સઘન પૂછપરછ કરતા તે ડુપ્લીકેટ સેમ્પુનો જથ્થો સુરતથી મંગાવતો હોવાની હકિકત આપી હતી.