- ભીલવાસમાં યુવકે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી
- કોઠારીયા સોલવન્ટનમાં લોનના હપ્તો બાઉન્સ થતાં રિકવરીના ફોનથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરમાં આપઘાતના બનાવો અટકવાનું નામ નથી લેતાં તે સમાજ માટે ચિંતા અને ચિંતન કરવું જરૂરી છે. આર્થિક ભીંસથી યુવક સહિત બે વ્યકિતઓએ આત્મહત્યા કરી લીધી છે જ્યારે એક લોનનો હપ્તો નહિ ભરી શકતા લોન ધારકે આપઘાતનો પ્રયાસ કર્યો છે ત્યારે શહેરના 80 ફૂટ રીંગ રોડ નજીક યુવકે દેવું વધી જતાં ઝેરી ટીકડા ખાઈ અને ભીલવાસમાં યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે જ્યારે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં હોમ લોનના હપ્તાની રિકવરીના. ફોન આવતા કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત માહિતી પ્રમાણે,શહેરના માધાપર ચોકડી નજીક રહેતા અને પારલે કંપનીમાં સેલ્સમેનન તરીકે કામ કરતા મિહિરભાઈ કિશોરભાઈ શુક્લા નામના 40 વર્ષીય યુવકે આર્થિક દેવુ વધી જતાં આજે સવારના 10:30 વાગ્યાના સુમારે 80 ફૂટ નજીક મંદિર સામે ઝેરી દવા ટીકડા ખાઈ ને ભાઈને કોલ કરી ઝેરી ટીકડા ખાધા હોવાની જાણ કરી હતી.બનાવની જાણ પરિવારજનોને થતાં યુવકે સારવાર અર્થે ખસેડયા હતા પરંતુ યુવકે દમ તોડી દેતા પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે જેમાં મૃતક યુવક પારલે કંપનીમાં સેલ્સમેનનું કામ કરતો હતો અને 2 ભાઈ અને અપરણિત હતો.મૃતક મિહિરે આર્થિક ભીંસ અને દેવું વધી જતાં આપઘાતનો રસ્તો લીધા હોવાનું જાણવા મળ્યુ છે.
જ્યારે બીજા બનાવમાં ભીલવાસમાં રહેતા જીતું ઉર્ફે જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ ધૂણીયાતર નામના 31 વર્ષીય યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ પઢીયાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.મૃતક અપરણિત હોવાનું જાણવા મળ્યું છે.મૃતકે ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ નજીક રહેતા હિતેશભાઈ પ્રવીણભાઈ મહેતા નામના 25 વર્ષીયા યુવકે આજરોજ સવારે સાત વાગે પોતાના ઘરે હતા ત્યારે ઉંદર મારવાની દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ આવ્યો છે.યુવક હિતેશભાઈ વીએમસી ઓપરેટરનું કામ કરે છે અને પોતે બે મકાન માટે આવાસ યોજના અને વન્ડર ફાઇનાન્સમાં હોમ લોન લીધેલી છે.જેમાં 2 થી 2.30 વર્ષથી તેઓ રેગ્યુલર હપ્તા ભર્યા છે જ્યારે છેલ્લે એક હપ્તો આર્થિક ભીંસથી ભરી નહિ શકતા રિકવરીના કોલ આવતા હતા જેથી કંટાળીને યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.