શિયાળામાં કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ , કેવું સ્વાસ્થ્ય બનાવવું જોઈએ, તંદુરસ્ત જીવન માટે શિયાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેની જાણ બધા જ લોકો કરે છે પરંતુ શિયાળામાં કેવા પ્રકારની તકલીફો પડે છે , કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના વિશે કોઈ જણાવતું નથી.
સામાન્ય વ્યક્તિથી ઉચ્ચ કક્ષામાં આવતાં લોકો કે જેને ‘ આળસુ’ તરીકે ઓળખવામાં આવે છે. આવા મહાન વ્યક્તિઓને શિયાળામાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠે છે. એક તો આળસુ હોય તેવા લોકોને નહાવું અઠવાડિયામાં એક વાર હોય અને તેમાં પણ શિયાળાની ઠંડીમાં તેઓના મનમાં એક જ કહેવત આવે છે કે’ ન નહાવામાં નવ ગુણ’. શિયાળામાં બાથરૂમનો ઉંબરો ઓળગંવો એ કોઈ સરહદને ઓળગંવા બરાબર છે. શિયાળામાં 99% લોકો નાહ્યા વગરના પરફ્યુમ લગાવીને ઓફિસે જાય છે.
શિયાળામાં નાકમાં વન- વેનો સમસ્યા થાય છે વન-વે એટલે રોડ રસ્તા નહિ પણ નાકના રસ્તા જે બન્નેમાંથી એક તો બંધ જ હોય છે પરંતુ ઘણી વખત હાઈવેની સમસ્યા થાય ,હાઈવે એટલે બન્ને નાક સરસરાટ વહેવા. નીતરતું નાક એ કડકડતા શિયાળાની નિશાની છે.
શિયાળામાં લોકોની મોટી સમસ્યા છે કે સવારે વહેલું કેમ ઉઠવું .સ્વાસ્થયવર્ધક પરિવારમાં એક માણસતો એવું હોય જ છે કે જે બધાથી આળસુ હોય છે અને જેને શિયાળામાં બધાથી વધુ સાંભળવું પડતું હોય કે વહેલો ઉઠ વહેલો ઉઠ પણ શિયાળામાં રજાઈ વ્યક્તિને એમ ખેંચે છે જેમ એક પ્રેમિકા પોતાના પ્રેમીને જાવાથી રોકતી હોય છે.નિદ્રા પ્રિય વ્યક્તિ માટેનું રજાઈ દ્વારા ગવાયેલું એક ગીત છે કે મુજે છોડ કર જો’ તુમ જાઓગે બડા પછતાઓગે બડા પછતાઓગે’.આવા આળસુ લોકો એમ આસન કરવામાં નિપુણ હોય છે શવાસન. આ આસન તેઓ સવારના 8 વાગ્યા સુધી પોતાની યોગ્યતા પ્રમાણે કરતા હોય છે.
શિયાળાના દિવસો વીતતાવા ખૂબ જ કઠિન હોય છે સામાન્ય વ્યક્તિ આ બાબત સમજી શકે નહીં.