- સંસદમાં સતત 7મી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમન મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું
- દેશના નાણામંત્રી નિર્મલા સિતારમને સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. મૂડી ખર્ચના વધારા સાથે રાજકોશિય ખાધને અંકુશમાં રાખતા આ ફુલગુલાબી બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
- નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યું છે. નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. ત્યારબાદ તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેઓએ સંસદ ભવન આવી બજેટ રજૂ કર્યું હતું. આ વખતે જમ્મુ અને કાશ્મીર માટે બજેટની વિશેષ જોગવાઈ છે. નાણામંત્રીએ સંસદમાં જમ્મુ અને કાશ્મીરની અંદાજિત આવક અને ખર્ચ (2024-25)નું નિવેદન પણ રજૂ કર્યું છે.
- નાણામંત્રી નિર્મલા સીતારમનેલોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું જે બજેટ રજૂ કર્યું છે. આખા દેશની નજર તેના પર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ આ વર્ષે 1 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
પીએમ આવાસ યોજના
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2024માં હાઉસિંગ સેક્ટરને લઈને મોટી જાહેરાતો કરી શકે છે. બજેટ 2024માં બદલાવ સાથે ગ્રામીણ અને શહેરી આવાસ યોજનાઓ લાવવામાં આવી શકે છે. સુધારેલી યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર બનાવવા માટે વધુ આર્થિક સહાય આપી શકાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ, રોકડ સહાયને હાઉસિંગ યુનિટ દીઠ 2.3-2.4 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે.
આવકવેરા
નવી આવકવેરા વ્યવસ્થામાં મૂળભૂત મુક્તિ મર્યાદા વધારી શકાય છે. સરકારે બજેટ 2023માં નવી આવકવેરા વ્યવસ્થામાં મૂળભૂત મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર બજેટ 2024માં મૂળભૂત મુક્તિ મર્યાદાને 50,000 રૂપિયાથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તેને વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
રેલ્વે
સરકારે બજેટ 2023-24માં ભારતીય રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જ્યારે 2024-25ના વચગાળાના બજેટમાં આ આંકડો 2.52 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ખાસ વાત એ છે કે 2022ની સરખામણીએ તેમાં મોટો વધારો થયો છે. હવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બજેટમાં સુરક્ષા, નવા કોચ, નવી ટ્રેન અને નવા કોરિડોર માટે ફંડ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં રેલવે દુર્ઘટનામાં વધારો નોંધાયો છે એટલે સરકાર આ વખતે બજેટમાં રેલવેની સુરક્ષાને ધ્યાને લઈને રેલવે ઉપર પૂરતું ફોક્સ કરશે.
સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ
બજેટ 2024 માં પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટમાં વધારો થવાની અપેક્ષા છે. હાલમાં, નવી અને જૂની આવકવેરા વ્યવસ્થામાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન એ ફ્લેટ ડિડક્શન છે જેનો પગારદાર વ્યક્તિઓ કોઈપણ પુરાવા વિના દાવો કરી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારીને રૂ. 1 લાખ કરી શકાય છે
ગ્રીન એનર્જી
સરકાર રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં જાહેર કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોએ આ અંદાજ વ્યક્ત કર્યો છે. નાણાપ્રધાન સરકાર સ્વચ્છ ઊર્જા ઉદ્યોગ માટે નીતિ-સંબંધિત પગલાં, વાયેબિલિટી ગેપ ફંડિંગ અને પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરી શકે છે.
કૃષિ ક્ષેત્ર
સરકારની પ્રાથમિકતા ખેડૂતોને પોષણક્ષમ દરે પૂરતી લોન આપવાની છે. આ માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે, કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રે સંસ્થાકીય ધિરાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેમાંથી રૂ. 13.67 લાખ કરોડ શોર્ટ ટર્મ લોન છે અને રૂ. 9.17 લાખ કરોડ ટર્મ લોન છે. ખેડૂતોને ક્રેડિટ કાર્ડ હેઠળ વાર્ષિક સાત ટકાના દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેમાં ત્રણ ટકાની વ્યાજ છૂટ પણ છે. કૃષિ યોજનાનો વ્યાપ વધશે. સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કુસુમ યોજના અંગે મહત્વપૂર્ણ જોગવાઈઓ બજેટના હોય શકે છે. એમએસપીની કાયદેસર ગેરંટી માટે ખેડૂત સંગઠનોની સતત માંગ અને પંજાબના ખેડૂત સંગઠનોનબ આંદોલન પછી, ટેકાના ભાવે વધુ પાક ખરીદવા માટે બજેટમાં વધુ રકમ ફાળવવામાં આવી શકે છે.
મૂડી ખર્ચ
આ નાણાકીય વર્ષ માટે સરકારનો આયોજિત મૂડી ખર્ચ રૂ. 11.1 લાખ કરોડ છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 9.5 લાખ કરોડ હતો. સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ભાર આપી રહી છે અને રાજ્યોને મૂડી ખર્ચ વધારવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. આજના બજેટમાં સરકાર મૂડી ખર્ચ વધારે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
પેન્શન
નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માં નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરકાર તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે આપી શકે છે. આ જાહેરાતથી સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શન સંબંધિત ચિંતાઓને દૂર કરી શકે છે. જો કે, વર્તમાન સ્કીમમાં 25-30 વર્ષ માટે રોકાણ કરનારા કર્મચારીઓને આકર્ષક વળતર મળે છે.
રાજકોષીય ખાધ
અંદાજપત્રીય રાજકોષીય ખાધ, જે સરકારી ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત છે, તે ચાલુ નાણાકીય વર્ષ માટે 5.1% છે, જે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં અંદાજવામાં આવી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં 5.8% હતી. ટેક્સમાં ઉછાળો આવ્યો હોવાથી સંપૂર્ણ બજેટ પહેલા કરતાં વધુ સારા અંદાજો આપશે તેવી અપેક્ષા છે. સરકારે નાણાકીય વર્ષ 2026માં રાજકોષીય ખાધ જીડીપીના 4.5% રહેવાનો અંદાજ મૂક્યો છે.