દસ જેટલા લૂંટારાઓએ ચોકીદારને દોરડે બાંધી ૩૨ તોલા સોનાના ઘરેણા લૂંટી ફરાર

ગાંધીધામના ગુરૂકુળ નજીક રહેતો પરિવાર બહાર ગામ હોવાથી ચોકીદારને દસ જેટલા લૂંટારાઓએ બંધક બનાવી રૂ.૮.૩૩ લાખની કિંમતના ૩૨ તોલા સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટારાઓને ઝડપી લેવા નાકાબંધી કરાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં રહેતો પરિવાર બહાર ગામ જતા બંધ મકાનમાં ચોરી ન થાય તે માટે જનાર્દન ક્રિશ્ર્ચનને ચોકીદાર તરીકે રાખ્યો હતો.

ગતરાતે જનાર્દન ક્રિશ્ર્ચન બંધ મકાન ખાતે ફરજ પર હતો ત્યારે દસ જેટલા લૂંટારા ઘસી આવ્યા હતા અને જનાર્દન ક્રિશ્ર્ચનને દોરડાથી બાંધી મકાનના દરવાજાના તાળા તોડી કબાટમાંથી રૂ.૮.૩૩ લાખની કિંમતના ૩૨ તોલા સોનાના ઘરેણા અને ચોકીદારના મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયાની ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. બી.એસ.સુથાર સહિતના સ્ટાફે લૂંટનો ભેદ ઉકેલવા નાકાબંધી કરાવી તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.