વાસોણા ગામે પેટ્રોલ પમ્પ પર લૂંટના ઇરાદે આવેલ બે ઈસમોએ ત્રણ વ્યક્તિ પર ચાકુ વડે હુમલો કરતા બે ઘાયલ એકનું મોત
દાદરા નગર હવેલીના વાસોણા ગામે આવેલ એક પેટ્રોલપંપ પર રાત્રે 3 વાગ્યાના સુમારે લૂંટના ઇરાદે આવેલ બાઇક સવાર પમ્પના કર્મચારીઓ પર ચાકુ વડે હુમલો કરતા એકનું ઘટનાસ્થળ પર મોત બે ઘાયલ જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા પ્રાપ્ત વિગત અનુસાર વાસોણા ગામે આવેલ સાઈનાથ પેટ્રોલપંપ પર શુક્રવારના રોજ મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે એક બ્લેક કલરની પલસર બાઇક વગર નંબર પ્લેટવાળી બાઇક પર બે ઈસમો મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા જેઓએ પેહલા બાઇકની ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેટ્રોલપંપ ના કર્મચારી અશોકે પૈસાની માંગણી કરતા બાઈકસવારે એના પેટના ભાગે ગન મૂકી જણાવ્યું કે તારી પાસે જેટલા પણ પૈસા હોય એ અમને આપી દે કર્મચારીએ જણાવ્યું કે મારી પાસે કોઈ પૈસા નથી.
ત્યારબાદ બાઈકસવારો અશોકને લઈ મેનેજરની કેબીન પાસે લઈ ગયા હતા અને જણાવ્યુ કે શટર ખોલવા માટે જણાવ કેબીનમાં સુતેલા મેનેજર પ્રકાશભાઇ ગુલાબસિહ ઠાકોરે એમ સમજ્યું કે અશોકને કઈ કામ હશે એટલે શટર ખોલ્યું હતું ત્યારબાદ પેલા બે બાઈકસવારો કેબીનમાં ઘુસી ગયા હતા અને પૈસાની માંગણી કરી હતી એ દરમ્યાન બાઈકસવારો અને પ્રકાશભાઇ વચ્ચે ઝપાઝપી થઈ હતી જે જોતા પમ્પનો બીજો કર્મચારી જીતેશ વસંતભાઈ પટેલ ત્યા દોડી આવ્યો હતો અને બહારથી શટર બંધ કરી દીધું હતું જે જોતા ઘભરાઈ ગયેલા બન્ને બાઈકસવારોએ પ્રકાશભાઇ પર પેટના ભાગે ચાકુ વડે હુમલો કરી શટરને લાત મારી તોડીને બહાર નીકળી ગયા હતા
બહાર ઉભેલ જીતેશ પર છાતીના ભાગે ચાકુ વડે હુમલો કરતા ઘટના સ્થળ પર જ એનુ મોત થયું હતું પેટ્રોલપમ્પના બીજા કર્મચારી અશોકને પણ માથાના ભાગે ગન વડે હુમલો કરી એને પણ ઘાયલ કરી બાઇક લઇ ફરાર થઈ ગયા હતા
આ બન્ને બાઈકસવારો ગુજરાતીમાં વાતચીત કર્તાહતા જેથી એવું લાગી રહ્યું છે કે બન્ને ગુજરાતથી આવ્યા હોય આ ઘટના અંગે પેટ્રોલપંપ સંચાલકો અને પોલીસને જાણ થતાં. તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા
ઘાયલ પ્રકાશભાઇ ગુલાબભાઈ ઠાકોર અને અશોકભાઈ બરજુલ ભાઈ પટેલ રહેવાસી સામરવરણી જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા જીતેશભાઈ વસંતભાઈ પટેલ હાલ રહેવાસી મસાટ મૂળ રહેવાસી ઝરોલી જેનુ મોત થતા એની લાશને પીએમ માટે રવાના કરાયી હતી આ ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી દીધી હતી શનિવારના રોજ સવારે એસપી સહિત પોલીસની ટિમ અને એફએસએલની ટીમ આવી ઘટના અંગેની તપાસ હાથ ધરી હતી