• જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે અંગે કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા
  • નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સહીત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગીર સોમનાથ ન્યૂઝ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમ, ઈણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ, કાયદો અને વ્યવસ્થાની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં રોડ સેફ્ટી બાબતે જિલ્લામાં થતાં અકસ્માતોની સંખ્યા ઓછી કરવા લેવામાં આવેલ પગલાઓ તેમજ અકસ્માતો અંગેની સમીક્ષા કરવામાં હતી.WhatsApp Image 2024 06 12 at 09.52.02 4d6c4f08

ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ 

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં થયેલાં અકસ્માતોની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં જરૂર જણાય ત્યાં સાઈન બોર્ડ લગાડવા, રસ્તાની સાઈટનાં દબાણો દૂર કરવા, તૂટેલા ડિવાઈડરોને રિપેર કરવા અને બ્લેક સ્પોટની સહિતની બાબતોની ઓળખ કરવાં, ફ્લાયઓવરની કામગીરીની જગ્યાઓએ સાઈન બોર્ડ સહિતના નિયમોનું પાલન થાય તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, નગરપાલિકાની હદમાં વ્હાઈટ પટ્ટા લગાવવા,એપ્રોચ રોડ અને મુખ્ય રોડ જ્યાં મળતો હોય તેવી જગ્યાઓએ ક્ષતિઓ દૂર કરવા અને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેરનામાંની અમલવારી થાય તે માટે સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.WhatsApp Image 2024 06 12 at 09.52.02 0972672d 1

નવા નિયમો અને જોગવાઈઓના સુધારા- વધારાની અંગેની વિગતે માહિતી અપાઈ 

અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલેએ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાઓ,તડિપાર,જાહેરનામાં ભંગના કેસો સહિતની માહિતી કાયદો વ્યવસ્થા અંગેની બેઠકમાં આપી હતી. આર.ટી.ઓ. વાય.એન.સરવૈયાએ જિલ્લામાં થયેલા અકસ્માત અંગે અને રોડ સેફ્ટી એકટ  તેમજ નવા નિયમો અને જોગવાઈઓના સુધારા- વધારાની અંગેની વિગતે માહિતી પૂરી પાડી હતી.WhatsApp Image 2024 06 12 at 09.52.02 0972672d

બેઠકમાં સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાવેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા, તેમજ શિક્ષણ, નગરપાલિકા, પોલીસ, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અતુલ કોટેચા

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.