પ્રથમ ગુજરાતી મુવી કે જેમાં ૭૦ ટકાી વધુ એકટરો અને ૧૦૦ ટકાથી વધુ મ્યુઝીક કલાકારો રાજકોટનાં: આજ સુધી અમદાવાદ, સુરત અને વડોદરા બેઈઝ અર્બન ગુજરાતી મુવી બન્યા, પ્રથમ વખત રાજકોટ બેઈઝ મુવીનું નિર્માણ
આજની યુવા પેઢી રાજકારણી દૂર ભાગવાને બદલે તેને પોતાની કારકિર્દી બનાવે તેવા સંદેશ સાથેની સ્ટોરી દર્શકોના મન મોહી લેશે
નિર્મલા ક્રિએશન દ્વારા નિર્મિત અર્બન ગુજરાતી મુવી “યુવા સરકારનો કટાર લેખક જય વસાવડાના વરદ હસ્તે ચિત્રલેખાના જવલંત છાયા, પ્રખ્યા અભિનેતા મેહુલ બુચની હાજરીમાં વિધિવત રીતે કલેપ આપી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટના કલાકારો દ્વારા ફિલ્મ બનાવવાનું એક અનોખું સાહસ કરવામાં આવ્યું છે, આજની યુવા પેઢી રાજકારણી દૂર રહે છે પણ ફિલ્મની સ્ક્રિપ્ટમાં કંઈક અલગ જ મેસેજ આપવામાં આવ્યો છે, આજની યુવા પેઢી રાજકારણને પોતાની કારકિર્દી બનાવે અને આગળ વધે, એક સામાન્ય વ્યક્તિથી લઈને શિક્ષક અને શિક્ષકી રાજકારણમાં આ સમયમાં કેવી કેવી તકલીફો વેઠવી પડે છે તે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
યુવા સરકાર ફિલ્માં જાણીતા અભિનેતા મેહુલ બુચ, રાજુ યાજ્ઞિક, મિલન ત્રિવેદી, અનીશ કચ્છી, હર્ષિત ઢેબર, કાજલ અગ્રાવત, આસ્થા મહેતા ફિલ્મમાં અભિનયના ઓજસ પારશે જ્યારે આપે ફિલ્મોમાં તો હીરો જોયા જ હશે પણ સાચો હીરો તેને કહેવાય જે લોકોની સમસ્યાઓને સમજે, તેનું સમાધાન કરે અને તેમની સાથે હર હંમેશ ઉભો રહે તે રિયલ હીરો હોય છે.
ફિલ્મની મુખ્ય વિશેષતા એ છે કે આ ફિલ્મમાં અભિનયી લઈને સંગીત, ડિરેક્શન સુધી ૯૦ ટકા લોકો રાજકોટના છે, ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી રહ્યાં હર્ષલ માંકડ એ જણાવ્યું હતું કે, મુંબઈમાં જો સારી ફિલ્મો બનતી હોય તો સૌરાષ્ટ્રમાં સારી નહીં પણ ખુબ સારી ફિલ્મ કેમના બની શકે બસ સૌરાષ્ટ્રના આ ખુણેથી દુનિયાને બતાવી દેવું છે કે સૌરાષ્ટ્રના લોકો પણ કઈ કમ ની, આજે યુવાનો જ્યારે ડોકટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પછી ઉદ્યોગ જગતમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેજ રીતે આવતીકાલનો યુવાન રાજકારણને કારકિર્દી બનાવવા પ્રેરાય તે માટે આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો અને તેને મૂર્તિમંત બનાવવા તેમણે રક્ષિત વસાવડાનો સંપર્ક કરવા રક્ષિત વસાવડાએ આ વિચારને એક વટવૃક્ષનું સ્વરૂપ આપી તેને ફિલ્મ બનાવવા પ્રેરણા આપી બસ ત્યારે જ એક “યુવા સરકારનો જન્મ થયો.
જય વસાવડા, જવલંત છાયા દ્વારા આ પ્રસંગે આ પ્રકારના પ્રયોગાત્મક સિનેમાની અનિવાર્યતા જણાતી નિર્માતા અને ડાયરેકટરને અભિનંદન પાઠવી તેમને આવા સકારાત્મક સિનેમા લાંબાગાળે સ્વસ્થ અને નિર્મળ સિનેમાં માટે અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું.
ફિલ્મના ડાયરેકટર રક્ષિત વસાવડાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, કંઈક અલગ કરવા માટે જ્યારે હર્ષલભાઈએ તેમનો સંપર્ક કરતા પોતાના નાટક અને રંગભૂમિના અનુભવને આધારે આ વિચારને શબ્દદેહ આપવાની તેમની કોશિષ આખરે મૂર્તિમંત થઈ રહી છે.
ફિલ્મના મ્યુઝીક ડાયરેકટર શૈલેશભાઈ પંડ્યાએ આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ પાશ્વ ગાયક ઓસમાણ મીર જેમણે સૌ પ્રથમ વખત દેશભક્તિની કવ્વાલી આ ફિલ્મ માટે ગાઈ છે અને અન્ય પાશ્વ ગાયક સોલી કાપડિયા, નિધિબેન ધોળકિયા, મયુર ચૌહાણ, સુજલ (હલચલ બોય) અને હિતસ્વ નાણાવટી દ્વારા આ ફિલ્મમાં સ્વર આપવામાં આવ્યો છે અને છેલ્લા પચીસ વર્ષી સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલ શૈલેશભાઈ પંડ્યા પુત્ર હર્ષલ પંડ્યા અને કર્દમ શર્મા કે જેઓ મુંબઈ ખાતે સંગીત ક્ષેત્રેે કાર્યરત છે તેમણે આ ફિલ્મમાં ખુબજ યોગદાન આપ્યું છે.
ફિલ્મના પ્રોડયુસર નીલેષ કાત્રોહીયાએ આ અંગે જણાવ્યું હતું કે, એશિયામાં સરેરાશ વયની દ્રષ્ટીએ સૌથી વધુ યુવા ભારત દેશમાં છે. ભારતની આવતીકાલ યુવાનોના હામાં છે અને તેઓ આ અંગે પ્રેરાય તે માટે તેમણે આ પ્રોજેકટને પ્રોડયુસ કરવાનો નિર્ણય લીધો છે.
ધીસ ઈઝ ‘લોકોલાઈઝેશન’ મુવી ફ્રોમ રાજકોટ ફોર ઓલ ઈન્ડિયા: જય વસાવડા
જય વસાવડાએ જણાવ્યું કે, ધીસ ઈઝ ‘લોકોલાઈઝેશન’ મુવી ફ્રોમ રાજકોટ ફોર ઓલ ઈન્ડિયા મતલબ કે લોકલ અને ગ્લોબલાઈઝેશનનું મિશ્રણ એટલે કે લોકોલાઈઝેશન યુવા સરકાર મુવીમાં દર્શકોને લોકલ અને વૈશ્વિકીકરણનું મિશ્રણ જોવા મળશે. રાજકોટનું આ મુવી સમગ્ર ભારત માટે છે. સર્વપ્રમ આ મુવીની સ્ટોરી ઉપર બુક તૈયાર વાની હતી. ત્યારબાદ નાટક તૈયાર કરવાનું નક્કી કરાયુંં હતું. પરંતુ અંતે મુવી બનાવવાનો નિર્ણય લેવાયો છે.