દેવભૂમિ દ્વારકા તા.૧૨ મે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયના તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીં ગ, કેનાલ સફાઇ, નદીઓ પુનઃ જીવીત કરવાની વગેરે કામગીરી પુરજોશમાં જનભાગીદારીથી ચાલી રહી છે. જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાઅ કલેકટર કચેરી સભાખંડમાં સા.શે.પ. કલ્યાતણ તથા જિલ્લાાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યીક્ષ સ્થાાને જિલ્લાંના અધિકારીશ્રીઓ તથા એનજીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં શરૂઆતમાં કલેકટરશ્રી જે.આર. ડોડીયા જળ અભિયાન અંતર્ગત ચાલી રહેલા કામોની માહિતી આપતા જણાવ્યું કે જિલ્લાેમાં નવા માસ્ટીર પ્લાઅન મુજબ ૬૪૨ કામો પ્લા્નમાં લેવાયા છે જે પૈકી ૧૭૮ કામો પ્રગતિમાં છે અને ૧૩ કામો પુર્ણ થયા છે. જયારે એનજીઓને ૭૮ કામો સોંપેલ છે જે પૈકી ૩૭ કામો પ્રગતિમાં છે. કલેકટરશ્રીએ લગત વિભાગના અધિકારીશ્રીઓને કામની પ્રગતિનો રીપોર્ટ ફોટોગ્રાફસ સાથે કરવા તથા માસ્ટ ર પ્લાજન સિવાયના કામો થયા હોય તો તેનું પણ રીપોર્ટીંગ કરવા જણાવ્યું હતું.
મંત્રી શ્રી વાસણભાઇ આહિરે સિંચાઇ વિભાગ, મનરેગા, વન વિભાગ, પાણી પુરવઠા, નગરપાલિકા વગેરે દ્વારા થતા કામોનીં સમીક્ષા કરી હતી. આવતા અઠવાડીયામાં ૧૦૦ ટકા કામો શરૂ થઇ જાય તે માટે મંત્રીશ્રીએ દરેક વિભાગને સુચના આપી હતી. તેમજ જે કામો ચાલુ હોય તે કામ ઉંડીને આંખે વળગે એવા કરવા જણાવ્યુંભ હતું.
આ બેઠકમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરા, ગ્રીમકોના ચેરમેન શ્રી મેઘજીભાઇ કણઝારીયા, ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઇ ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષ કણઝારીયા, જિલ્લાણ પ્રભારી સચિવ અને સેટલમેન્ટા કમીશનરશ્રી નલીન ઠાકર, જિલ્લાર, જિલ્લાન વિકાસ અધિકારીશ્રી રાવલ, પ્રાંત અધિકારીશ્રી જાડેજા, નાયબ કલેકટરશ્રી માંડોત, શ્રી સરવૈયા તથા લગત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિ ત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com