જાહેર પરિવહનમાં જનતાને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા જિલ્લા કલેટકર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ સમીક્ષા બેઠક

જાહેર પરિવહનમાં જનતાને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવા

માર્ગોના કામોની સમીક્ષા કરી તાકીદ કરતાં કલેકટર

 જાહેર પરિવહનમાં જનતાને પડતી મુશ્કેલીઓને સમજીને તેનું સત્વરે નિવારણ લાવવા જિલ્લા કલેટકર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જનતાની સુખાકારીને પ્રાધાન્ય આપીને કલેકટરએ આ સમીક્ષા બેઠકમાં સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા ઓવરબ્રિજ, રોડ – રસ્તાઓ, ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ, શહેરને જોડતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો, પંચાયત વિભાગના માર્ગો તેમજ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે સહિતનાં રોડ રસ્તાઓના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સત્વરે પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને કલેકટરએ તાકિદ કરી હતી.

WhatsApp Image 2022 08 23 at 2.15.01 PM 1

વધુમાં કલેકટર અરુણ મહેશ બાબુએ ચોમાસાને લીધે ક્ષતિગ્રસ્ત રોડને કારણે જાહેર પરિવહનમાં જનતાને પડતી મુશ્કેલીઓને કેન્દ્રમાં રાખીને જવાબદાર અધિકારી બનીને તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામ અને મેટલ પેચવર્કનું કામ શરૂ કરવા જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, નેશનલ હાઈવે, આર.એન.બી. વિભાગ ( જિલ્લા, શહેરી અને ગ્રામ્ય ) અને કોર્પોરેશન સહિતનાં વિભાગના સંબધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.