પ્રજાહિતના કામો અટકી પડયા હોવાની રાવ સાથે કૌશિક પટેલે રાજીનામું ધરી દીધું
કોગ્રેસ સત્તામા તો ન આવી શક્યુ પરંતુ અંદરો-અંદરના વિખવાદો વકરવા લાગ્યા. જેમા અનેક કુવરજીભાઇ બાવળીયા જેમા કદ્દાવર નેતાઓએ કોગ્રેસને અલવિદા કરી દીધા હતા ત્યારે ફરી ધ્રાગધ્રાનુ રાજકારણ પણ કોગ્રેસી સદશ્યના રાજીનામાથી ગરમાયુ છે જેમા ધ્રાગધ્રા વોડઁ નંબર ૧ના સુધરાઇ સભ્ય કૌશીકભાઇ પટેલ દ્વારા નગરપાલિકામા પોતે પ્રજાના હિતના કામો નહિ થતા હોવાની રાવ ઉઠાવી છે.
તેઓએ જણાવાયુ હતુ કે તેઓ લોક પ્રતિનિધી છે અને લોકોએ તેઓને મત આપી વિજય બનાવ્યા છે ત્યારે નગરપાલિકામા ભાજપની બોડી હોવાના લીધે તેઓને પ્રજાની હિતના અનેક કામો અટકીને પડ્યા છે. જેના પર મહિનાઓ વિતી ગયા છતા પણ ધ્યાન દેવાતુ નથી .
આ તરફ કોગ્રેસ પક્ષના શહેર પ્રમુખ, ધારાસભ્ય સહિતના હોદ્દો લઇને બેઠેલા આગેવાનો ક્યારેય અન્ય સભ્યોની ખબર લેતા નથી જેના લીધે અગાઉ કોગ્રેસ પક્ષથી નારાજ તથા હાલ નગરપાલિકાની વ્હાલા-દવલાની નિતીના લીધે વોડઁ નંબર ૧ના સુધરાઇ સભ્ય કૌશીકભાઇ પટેલે ધ્રાગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર સહિત ઉચ્ચ અધિકારીઓને પોતાનુ રાજીનામુ લેખીતમા આપ્યુ હતુ. આ બનાવના પગલે ધ્રાગધ્રાના રાજકારણમા ગરમાવો આવ્યો છે.