દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે વેપારીઓ દ્વારા ફટાકડાનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ફટાકડાનું વેચાણ કરવા વેપારીને પોલીસ કમિશ્નર પાસેથી લાયસન્સ અને મંજુરી લેવી ફરજીયાત છે.
ત્યારે સદર બજારમાં અનેક દ્વારા લારી અને પાથરણામાં ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે.
સેફટીને નેવે મૂકી દેવામાં આવે છે. ત્યારે તેનું વેચાણ અટકાવવા આજે સદરબજાર વેપારી એસોસીએશન દ્વારા પ્ર.નગર પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું હતુ.