પંજાબમાંથી જપ્ત 38 કિલો હેરાઈનનો મામલે ગુજરાત એટીએસએ કચ્છમાંથી બેને ઝડપી પાડ્યા

ગુજરાત એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર, ઉમર ખમીસા જાટ અને હમદા હારૂન જાટને મંગળવારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના લાખી ગામમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે અહીં એટીએસ હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પકડાયેલા બંને આરોપીઓને વિગતવાર તપાસ માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

ગુજરાત પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ પંજાબમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરવાના કેસમાં સંડોવણી બદલ કચ્છ જિલ્લામાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ પંજાબ પોલીસે માદક દ્રવ્યોનું આ ક્ધસાઈનમેન્ટ ઝડપ્યું હતું. ગુજરાત એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર, ઉમર ખમીસા જાટ અને હમદા હારૂન જાટને મંગળવારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના લાખી ગામમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે અહીં એટીએસ હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા હતા.

એટીએસની સત્તાવાર જાહેરાત મુજબ એટીએસ ઓફિસમાં પ્રારંભિક પૂછપરછ દરમિયાન બંનેએ દાવો કર્યો હતો કે હેરોઈનનું ક્ધસાઈનમેન્ટ પાકિસ્તાન સ્થિત દાણચોર ગુલ મોહમ્મદે મોકલ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેને વિગતવાર તપાસ માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.નોંધનીય છે કે 28 ઓગસ્ટના રોજ પંજાબ પોલીસે શહીદ ભગત સિંહ નગરમાં એક ટ્રકમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરીને કુલવિંદર રામ અને બિટ્ટુ નામના બે લોકોની ધરપકડ કરી હતી. તે દરમિયાન કુલવિંદર રામ અને બિટ્ટુએ કબૂલ્યું હતું કે તેઓ હેરોઈનનું આ ક્ધસાઈનમેન્ટ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી લાવ્યા હતા.

એટીએસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ’પંજાબ પોલીસે ગુજરાત એટીએસનો સંપર્ક કર્યો હતો અને કચ્છના આ બે શખ્સો વિશેની ટેકનિકલ વિગતો શેર કરી હતી કારણ કે પંજાબ પોલીસ દ્વારા કોલ ડીટેઈલ રેકોર્ડના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે તેઓ ધરપકડ કરાયેલા આરોપીઓના સંપર્કો હતા, અને માદક દ્રવ્યોના ક્ધસાઈનમેન્ટ અને માલસામાનને લેવા અને તેમને સડક માર્ગે પંજાબ મોકલવામાં સામેલ હતા.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.