આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, સહિત કુલ 8 રાજયોના કારીગરો શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, વિવિધ કલા-કારીગરીના નમુનાઓ રજુ કર્યા
રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત આ હસ્તકલા હાટ નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ટ્રાફેડના સંકલનથી યોજવામાં આવ્યો છે જેનો શુભારંભ રીબીન કાપીને તથા દિપ પ્રાગટ્ય વડે રાજકોટ મહાનગરપાલિકા મેયર ડો. પ્રદિપ ડવના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ હસ્તકલા હાટમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળીને કુલ 8 રાજયોના કારીગરો શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટની વિવિધ કલા-કારીગરીના નમુનાઓ રજુ કર્યા છે. 50થી વધુ સ્ટોલમાં ગુજરાત રાજ્યના માટી કામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી- દુપટ્ટા-શાલ વુલન- હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વગેરે હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ગરવી ગુર્જરી એમ્પોરીયમનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે.
ત્રી દિવસીય એકઝીબિશન હજારો ની સંખ્યા માં લોકો એ મુલાકાત લીધી હતી.
વિવિધ રાજ્યોની હસ્તકલાના કારીગરોને મળી રોજગારીની તક
મીઝોમરામથી અહીં આ હસ્તકલાની વસ્તુઓના વેચાણ માટે ત્રિદિવસીય વિના મૂલ્ય બજાર માર્કેટ સરકારે આપ્યું તે માટે અમે રાજ્ય સરકારના આભારી છીએ. તેવું કહ્યું છે તથા મીઝોમરામના હસ્તકલાના કારીગર સુશ્રી ઝોવી રાજકોટ ખાતે યોજાયેલ હસ્તકલાના મેળામાં હાથવણાટથી બનાવેલા તેમના પરંપરાગત વસ્ત્રો જેને (પાઉન) કહેવાય છે તેમજ સ્ટોલ હાથ વણાટની હેન્ડબેગનું જેને (ઇપટેચેઈ) કહેવાય છે તેનું વેચાણ કરી રહ્યા છે. આ વિશે સુશ્રી ઝોવી કહે છે કે અમને આ મેળા દ્વારા ત્રણ દિવસ માટે વિનામૂલ્યે રહેવા જમવા તથા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે.જેના થકી અમારા દેશના અનેક રાજ્યોના હસ્તકલાના કારીગરોની રોજગારી માટેનું એક માધ્યમ મળ્યું છે તેમજ વિવિધ પરંપરાગત વસ્તુઓને એક પ્લેટફોર્મ ઉપરથી વેચાણ કરી શક્યા છીએ. રાજકોટ વાસીઓનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. તેઓ આ તકે સરકાર નો આભાર વ્યક્ત કરાય:ો હતો.
હસ્તકલા હાટ મેળામાં ત્રણ દિવસમાં 60 લાખથી વધુ રકમનું વેચાણ
વડાપ્રધાનની પ્રેરણાથી એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શનનું નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ઈન્ડેક્સ્ટ-સીના સંકલનથી રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન કારીગરોએ કુલ રૂ. 60,15,136/- નું વેચાણ કર્યું. પ્રથમ દિવસે 17,64,847/- બીજા દિવસે રૂ. 26,48,865/- અને ત્રીજા દિવસે રૂ. 16,64,424/- નું અનુક્રમે વેચાણ કર્યું હતું. જેમાં આસામ અને નાગાલેન્ડ રાજ્યના કારીગરોએ સૌથી વધારે વેચાણ કર્યું છે. તેમાં પણ સાડી, વાંસમાંથી બનાવેલ વસ્તુઓ અને ફર્નિચરનું વધારે વેચાણ થયું છે. ઉત્તર પૂર્વના 48 કારીગરો ગુજરાતના 57 કારીગરોએ અને લાઈવ ડેમોના 10 કારીગરો એમ થઈને 104 કારીગરોએ ત્રણ દિવસમાં કૂલ 60 લાખથી વધુ રકમનું વેચાણ કર્યું હતું.