જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 483 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. તો કોવિડની સારવાર દરમિયાન 60 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર જિલ્લામાં આજે 483 કેસ નોંધાયા છે તેમાં 324 કેસ શહેરી વિસ્તારમાં અને 159 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 159 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા.
તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 60 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 94 હજાર 382 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 31 હજાર 733 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે. જામનગર શહેરમાં સંક્રમણ ઘટે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ અને બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ દિવસનું સ્વૈચ્છિક બંધ રાખવામા આવ્યું હતું. જો કે, આ બંધની હજી સુધી જામનગરમાં નોંધાઈ રહેલા કેસ પણ કોઈ ખાસ અસર નથી દેખાઈ રહી.