દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટતું જાય છે. તેના રોજ નવા કેલોની સંખ્યામાં ઘટાડાની સાથો-સાથ સાથ થતાં દર્દીઓના ડિસ્ચાર્જ થવાના પ્રમાણમાં બહુ વધારો થવા લાગ્યો છે.
ગઇકાલે નવા પોઝીટીવ કેસ ૪૨ નોંધાયા હતા. જેમાં દ્વારકામાં ૨૨, કલ્યાણપુરમાં ૧૦, ખંભાળિયામાં ૪ તથા ભાણવડમાં ૬ કેસ નોંધાયા હતા. જેની સાથે રેકોર્ડ બ્રેક ૯૮૩ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતાં. જેમાં દ્વારકાના ૫૬ દર્દીઓ, ભાણવડમાં ૫૫ દર્દીઓ, ખંભાળિયામાં ૪૫ અને કલ્યાણપુરમાં ૨૭ દર્દી ડિસ્ચાર્જ થયા હતા.
મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જમાં એક્ટિવ કેસમાં મોટો ઘટાડો થતાં ૮૦૦ ઉપરનો એક્ટિવ કેસનો આંક ૫૯૩ થઇ ગયો હતો. કોરોના મહામારીમાં દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે દર્દીઓ મૃત્યુ પામતા કોવિડ મરણાંક ૫૬નો થયો છે. જ્યારે બીન કોવિડમાં એકના મોત સાથે કુલ આંક ૯૭નો થયો છે.