રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૩૭૮૦.૮૯ સામે ૩૩૬૭૦.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૩૪૪.૩૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૬૬.૩૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૪.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૩૩૩૦૬.૧૬ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૯૫૫.૩૫ સામે ૯૮૭૫.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૮૦૫.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૩.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૭.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૯૮૦૯.૯૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૧૯૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૨૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૧૩૦ ના નીચા મથાળે નોંધાવી ૧૫૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૧૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૭૫૩૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૫૩૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૩૦૦ ના નીચા મથાળે નોંધાવી ૨૮૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૪૦૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડે થઈ હતી. ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ વૈશ્વિક બજારોમાં અફડાતફડી સાથે મિશ્ર વલણ અને એશિયન શેરબજારોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજાર પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. દેશવ્યાપી લોકડાઉનમાં છૂટછાટોનો પ્રારંભ થયા પછી જૂન ૨૦૧૭થી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોની આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો, ડોલર સામે રૂપિયાના વિનિમય દર સહિતનાં પરિબળોના આધારે રોજિંદી સમીક્ષાની નીતિ અપનાવી હતી, તેમજ ઓઇલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો તળિયે બેસતાં સરકાર દ્વારા એક્સાઇઝ ડયૂટીમાં વધારો કરતાં આજે ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૨% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે સીડીજીએસ, હેલ્થકેર, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારની વાત કરીએ તો અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૯૦% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૧.૩૧% અને નેસ્ડેક ૧.૦૧% પોઈન્ટ વધીને સેટલ થયા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૩૪ અને વધનારની સંખ્યા ૧૨૧૯ રહી હતી. ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક સંકેતો અને ત્રિમાસિક કોર્પોરેટ રિઝલ્ટ આ સપ્તાહે બજારની ચાલ નિર્ધારિત કરશે. આગામી સમયમાં ભારતીય શેરબજારમાં વોલેટિલિટી સાથે થોડા સમય માટે કોન્સોલિડેશન જોવા મળી શકે છે. હાલમાં ભારતીય શેરબજાર વૈશ્વિક બજાર આધારિત બન્યું છે, તેથી રોકાણકારો ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ અને ડોલર સામે રૂપિયાની ચાલ જેવાં પરિબળો પર પણ નજર રાખી રહ્યા છે. બજારનું વેલ્યુએશન થોડું મોંઘું છે, તેથી અર્થતંત્રમાં રિકવરીના ટ્રેક પર છે કે નહીં તે અંગેની સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે. ચાલુ સપ્તાહે ટાટા મોટર્સ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સિટી યુનિયન બેન્ક, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓ ત્રિમાસિક પરિણામની જાહેરાતોના કારણે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે, તેમજ આજ રોજ ૧૫, જૂનના હોલસેલ ફુગાવાના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
લુપિન લિ. ( ૯૧૮ ) :- રૂ.૮૮૮ નો પ્રથમ તેમજ રૂ.૮૭૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૯૩૯ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ઇન્ફોસિસ લિ. ( ૬૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૭૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૬૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૧૩ થી રૂ.૭૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
HCL ટેકનોલોજી ( ૫૭૨ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૮ થી રૂ.૬૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૪૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
અદાણી પોર્ટ ( ૩૩૮ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૨૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૭ થી રૂ.૩૫૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!