પાકિસ્તાનના ખૈબર-પુખ્તુન પ્રાંતમાં ખોદકામ દરમિયાન મળેલી ભગવાન બુધ્ધની ઐતિહાસિક પ્રતિમાને ચાર ધર્માંધોએ મૌલવીના આદેશથી તોડી પાડતા ચકચાર
વિશ્ર્વભરનાં દેશો પોતાની પૌરાણીક સંસ્કૃતિને જાળવવા ભારે જહેમત ઉઠાવે છે. ત્યારે પાકિસ્તાન જેવા દેશોમાં કટ્ટરવાદીઓ બીજા ધર્મની પૌરાણિક ધરોહર સમાન સંસ્કૃતિને નાશ કરવામાં ગૌરવ અનુભવે છે. પાકિસ્તાન ઉતર પૂર્વનાં ખેંબર અને પુખ્તુન વિસ્તાર કે જે એકસમયે ગાંધાર તરીકે ઓળખાતો હતો. ગાંધારમાં એક સમયે બૌધ્ધ ધર્મની બોલબાલા હતી આ સમય દરમ્યાનનું એટલે કે ૧૭૦૦ વર્ષ જૂનુ બૌધ્ધ મંદિર તાજેતરમાં ખોદકામ દરમ્યાન મળી આવ્યું હતુ આ મંદિરમાંથી મળેલી દુલર્ભ મનાતી ભગવાન બૌધ્ધની વિશાલ કાય પ્રતિમાને મૌલવીનાં હુકમના આધારે ચાર ધર્માંધ લોકોએ તોડી પાડી હતી.
પાકિસ્તાનના ખેંબર પખ્તુન પ્રાંતનાં મર્દાન જિલ્લાનાં તખ્તભાઈ તાલકામાં એક ખેતી જમીનનાં ખોદકામ દરમ્યાન સદીઓ જુનુ બૌધ્ધ મંદિર મળી આવ્યું હતુ આ બૌધ્ધ મંદિરમાં ભગવાન બુધ્ધની ૧૭૦૦ વર્ષ જુની દુર્લભ પ્રતિમા મળી આવી હતી. એક સમયે આ વિસ્તાર ગાંધાર તરીકે ઓળખાતો હતો અને બૌધ્ધધર્મનો પ્રચાર પ્રસાર વધતા ગાંધાર રાજય બૌધ્ધધર્મી બન્યો હતો. તે સમય આ બૌધ્ધિ મંદિર હોવાનું માનવામાં આવતું હતુ આ પૌરાણીક વારસા સમાન ભગવાન બુધ્ધની આ પ્રતિમાની યોગ્ય જાળવણી કરવાના બદલે ચાર ધર્માધ લોકોએ મૌલવીના હુકમથી
આ બુધ્ધિની મૂર્તિને તોડી પાડી હતી. જે અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જેની હરકતમાં આવેલા પોલીસ તંત્રએ આ મૂર્તિ ખંડીત કરનારા ચાર શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગે ખેંબર -પખ્તુન વિસ્તારનાં આર્ચીઓલોજી અને મ્યુઝીયમના ડીરેકટર અબ્દુસ સમદ ખાને જણાવ્યું હતુ કે લોકોએ ખંડીત કરેલી બુધ્ધની પ્રતિમાના ખંડીત ભાગોને ઘટના સ્થળેથી એકત્ર કરવામાં આવ્યા છે આ પ્રતિમાની ઐતિહાસીક મુલ્ય હોય તેને ફરીથી જોડવાનો પ્રયાસ કરાશે. પરંતુ હાલમાં તો આ ઐતિહાસીક વારસાને અમે ગુમાવી દીધો છે. તેમને વધુમાં ઉમેર્યું હતુ કે આ પ્રતિમા ગાંધાર સિવિલાઈઝેશન સમયની છે અને આશરે ૧૭૦૦ વર્ષ જુની હોવાનું મનાય છે. આ પ્રતિમાને ખંડીત કરવાનું કાર્ય એક ગંભીર ગુન્હો છે. અને ધર્મના નામે થતા આ કૃત્યને કદી માફ કરી શકાય નહી તેમને ચારેય આરોપી સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ તંત્રને રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે બૌધ્ધ ધર્મના મુખ્ય ધર્મસ્થાનોમાં ગાંધાર વિસ્તારના ધર્મસ્થાનોનો સમાવેશ થતો હતો અને શ્રી લંકા, કોરીયા અને જાપાન સહિતના દેશોનાં બૌધ્ધીસ્ટો અહી દર્શનાર્થે આવતા હતા અહીથી મળેલી આવી જ એક ભગવાન બુધ્ધની વિશાળ પ્રતિમાને પેશાવર મ્યુઝીયમમાં રાખવામાં આવી છે.