ફેક્ટરીમાં કામ કરતી મહિલાએ ૯ થી ૧૦ વર્ષ સુધી શારીરિક શોષણ, ધમકી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી
તાપી જિલ્લાના વાલોડ ખાતે ખાનગી ગૃહ ઉદ્યોગની ફેક્ટરીમાં કામ કરતી ૪ સંતાનની માતાએ ફેક્ટીના માલીક સામે સતત ૯ થી ૧૦ વર્ષ સુધી શારિરીક શોષણ કરી ધમકી આપી અવારનવાર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
વાલોડ ગામે ખાનગી ગૃહ ઉદ્યોગ ચાલે છે. જેમાં ઘણી મહિલાઓ કામ કરે છે વર્ષ ૨૦૦૮ માં ૪ સંતાનની માતા ૪૨ વર્ષની મહિલા ફેક્ટરીમાં કામ કરવા જતા ફેક્ટરી માલીક સાથે ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે કામ બાબતે અવાર નવાર વાતચીત થતી હતી.
વર્ષ ૨૦૦૯ ના ફેબુ્રઆરી માસમાં મહિલાને ફેક્ટરીમાં કામ કરતા મોડું થતા એકલી રહી ગઈ હતી ત્યારે ફેક્ટરી માલીકે ઓફિસમાં બોલાવી મરજી વિરુધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ફેક્ટરી માલીકે પરણીતાને પતિની નોકરી સાચવવી હોય તો બહાર કોઈને કશું કહેતી નહીં તેવી ધમકી આપી હતી.
બાદમાં ફેક્ટરી માલીક અવારનવાર બળજબરી કરીને શરીર સંબંધ બાંધતો હતો. ફેક્ટરી માલિકીની દિકરીના રીશેપ્શન બાદ વર્તન બદલાય જતા સતત ૯ વર્ષથી ડરી ગયેલી પરણીતાએ ફેક્ટરી માલીક વિરુધ્ધ વાલોડ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર અને ધમકી આપવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.