રાજકોટ જીલ્લામાં બે સ્થળે માર્ગ અકસ્માતમાં પ્રૌઢ અને તરુણનું મોત નિપજયું છે. જેમાં પડધરી નજીક બલેનો કાર પુલીયા સાથે અથડાતા રાજકોટના વેપારીનું અને જસદણ પાસે બે બાઇક અથડાતા મોટાભાઇની નજર સામે નાનાભાઇનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગાંધીગ્રામ ન્યુ મહાવીર નગરમાં રહેતા અશોકભાઇ દળાયજીભાઇ દશાડીયા અને તેનો મિત્ર કલ્પેશ મનસુખ જોગડીયા સહીત બન્ને જીજી 06 એલબી 9301 નંબરની કાર લઇને પડધરી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કારના ચાલક કલ્પેશ જોગડીયાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સરપદળ ગામ પાસે પુલીયા સાથે ધડાકા ભેર કાર અથડાતા સર્જાયેલી દુર્ધટનામાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઇ દસાડીયાનું મોત નિપજયું હતું.
આ બનાવની મૃતક અશોકભાઇના ભાઇ મનોજભાઇની ફરીયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં બન્ને મિત્રો જમીન મકાનનું કામ કરતા હોય અને કામ અર્થે ગયા ત્યારે અકસ્માતમાં મોતથી વાણંદ પરિવારમાં અરેરાટી
આ ઉપરાંત વિછીયા તાલુકાના કાંસકોલીયા ગામે રહેતા ભાવેશ કુરજી ઝાપડીયા અને તેનો નાનો ભાઇ કલ્પેશ કુરજી ઝાપડીયા (ઉ.વ.1પ) સહીત બન્ને ભાઇઓ દેવપરા ગામે મામાના ઘરેથી પોતાના કાસકોલીયા ગામે જીજે 1 ઇડી 1865 નંબરના બાઇક આવી રહ્યા હતા ત્યારે ફુલઝર ગામના પાટીયા પાસે સામેથી આવતા જીજે 3 સીડી 3620 નંબરના બાઇક સાથે ધડાકા ભેર અથડાયું સર્જાયેલા અકસ્માતમાં કલ્પેશ ઝાપડીયાનું મોત નિપજયું હતું. જયારે ભાવેશને ઇજા પહોચી હતી. પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.