હોટલમાં લઈ જઈ છરીથી હુમલો કરી રૂ.૩.૫૯ લાખ પડાવ્યા : ગર્ભ રહી જતા ગોળીઓ આપી ગર્ભપાત કરાવી નાખ્યો ,બે શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવાને દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભપાત કરાવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જે મામલે યુવતીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે જસદણમાં જુના બસસ્ટેન્ડ પાસે જના ખાટકીવાસમાં રહેતા વિધર્મી શખ્સ અને તેની મદદ ગરી કરનાર રાજકોટના શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદમાં આરોપીમાં જસદણના જુના બસ સ્ટેશન પાસે આવેલા ખાટકીવાસમાં રહેતા વારિસ રજાક માલવિયા અને તેની મદદગારી કરનાર રાજકોટના રાજવીર ઉર્ફે રવિ અશ્વિનનું નામ આપ્યું હતું. જેમાં પોલીસને જણાવ્યું છે કે, એક વર્ષ પહેલાં તે એક કંપનીની માર્કેટીંગ કરતી હતી, તે વખતે કંપનીની મિટીંગમાં તેનો આરોપી વારીસ સાથે પરિચય થતા બંનેએ પોતાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. અવાર-નવાર બંને મોબાઈલ ઉપર વાતચીત કરતા હતા. જેને કારણે એકબીજાના મિત્ર બની ગયા હતા. પરિણામે અવારનવાર મળવાનું પણ શરૂ થતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
તે વખતે વારીસે તેને કહ્યું કે આપણે બંને લગ્ન કરીશું. બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી અવારનવાર ફરવા જવાના બહાને બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. આ દરમિયાન તેને પેટમાં દુખાવો થતાં સિવીલમાં ગઈ હતી. ત્યાં તેની સોનોગ્રાફી કરાતા પેટમાં ગર્ભ હોવાનું તબીબે જણાવ્યું હતું. આ બાબતે વારીસને જાણ કરતા તેણે મેડીક્લે સ્ટોરમાંથી ગોળીઓ લઈ આપી હતી. જે પીવાથી તેનું બે દિવસમાં મીસકેરેજ થઈ ગયું હતું.એક વખત વારીસ તેની પાસેથી રૂા.૨.૫૦ લાખ હાથ ઉછીના લઈ ગયો હતો. આ પછી ઓનલાઈન રૂા.૧ લાખ લીધા હતા. આ રકમની ઉઘરાણી કરતાં વારીસ અલગ અલગ બહાના બતાવી રકમ પરત આપતો ન હતો. જેને કારણે તેની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ વાદીસે તેને અવારનવાર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ઘર પાસે આવી કોલ કરી બહાર આવવા માટે દબાણ કરતો હતો અન્યથા ઘરમાં ઘુસી માર મારવાની ધમકી આપતો હતો. જેને કારણે તેની સાથે તે ફરવા જતી હતી. ગઈ તા.૧૩ માર્ચના રોજ સાંજે તે ઘરે હતી ત્યારે વારીસે કોલ કરી કહ્યું કે તું તારા ઘર બહાર આવ મારે તારું કામ છે. જેથી તેણે બહાર આવવાનો ઈન્કાર કરી હવે કોઈસંબંધ પણ નથી રાખવા તેમ કહેતા વારીસે ફરીથી ઘરમાં ઘુસી મારવાની ધમકી આપતા આખરે તે ઘરની બહાર આવી હતી. તે વખતે વારીસ તેના મિત્ર રાજવીર ઉર્ફે રવી સાથે ગાડી પાસે ઉભો હતો. તેણે સાથે ફરવા આવવાનું કહેતા ઈન્કાર કર્યો હતો. જેથી વારીસે તેને તમાચો ઝીંકી જાનથી મારીનાખીશ તેવી ધમકી આપતા તેની સાથે ગઈ હતી.
બાદમાંતેને માલવીયા ચોક ખાતે આવેલી તીલક હોટલમાં લઈ ગયો હતો. જયાં રવીની હાજરીમાં તેની સાથે શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણે ઈન્કાર કર્યો હતો. તે વખતે તેણે પોતાના રૂા.૩.પ૦લાખની પણ ઉઘરાણી કરી હતી. વારીસે તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.અને ઉશ્કેરાઈ વારીસે તેના હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. લોહી નીકળતા દુપટ્ટો બાંધી દીધો હતો. આ પછી તેને સિવીલમાં લઈ જઈ પતરૂં લાગ્યું છે તેમ જણાવી સારવાર કરાવી હતી. ત્યાર બાદ પણ વારીસનો ત્રાસ યથાવત રહેતા તેને ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.