ઓર્ડર પેટે એડવાન્સ રૂ.10.44 લાખ મેળવી માલ ન મોકલ્યો
મોરબીનાં વેપારી પાસેથી ઓર્ડર પેટે 10.48 લાખનુ એડવાન્સ પેમેન્ટ લઈ રાજકોટની પેઢીએ ઠગાઈ આચરી રાજકોટમાં કારખાનું ધરાવતા ઈસમે મોરબીનાં વેપારી પાસેથી પી.વી.સી. પ્લાસ્ટીકની શીટ બનાવવાના પાવડરનો ઓર્ડર મેળવી એડવાન્સ લઈ લીધા બાદમાં માલ ન પહોંચાડી અને પોતે પણ નાશી છુટતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં બગથળા આર.ડી.સી.બેન્ક વાળી શેરી ખાતે રહેતા અને ટેક્સા પ્લાસ્ટવુડ નામનું કારખાનુ ધરાવતા ગૌરવભાઇ ગોપાલભાઇ ઠોરીયા નામના વેપારી યુવકને રાજકોટ લોધીકા ઇન્ડસ્ટ્રીયલ રાવકી આર.એસ.એન. પ્લોટનં.23 સબપ્લોટ નં.23/1 ખાતે હરી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતા પરાગકુમાર માધાભાઇ ભંડેરી વિશ્વાસમા લઇ ફરીયાદી પાસેથી પી.વી.સી. પ્લાસ્ટીકની શીટ બનાવવાના પાવડર નો રૂ.10,38,400/- નો ઓર્ડર મેળવી ઓર્ડર મુજબનો માલ ન મોકલી કે માલના પૈસા રીફંડ પણ ન કરી ફરીયાદી સાથે છેતરપીંડી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.