ટ્રક અને વિદેશી દારૂ મળી રૂ .9 લાખનો મુદામાલ કબ્જે: ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
રાજયમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઠેર ઠેર દારૂ અંગે દરોડા પાડવાનો દોર શરૂ કરતા વિદેશી દારૂ મળવો મુશ્કેલ બન્યો છે અને અન્ય રાજયમાંથી વિદેશી દારૂની સપ્લાય બંધ થઇ ગઇ છે ત્યારે રાજસ્થાનના એક શખ્સે વિદેશી દારૂ ભરી ટ્રકને રાજકોટ સુધી પહોચતો કરતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે માધાપર ચોકડી પાસેથી 804 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી લીધો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂ મળવો મુશ્કેલ બન્યો છે. ત્યારે રાજસ્થાનના જોધપુર જિલ્લાના તિવરી ગામના મુકેશ પરિહાર નામના બુટલેગરે રામપુર ભાટીયનના ટ્રક ચાલક શેરારામ ઓમપ્રકાશ કુંભારને વિદેશી દારૂ ભરેલો ટ્રક રાજકોટ પહોચતો કરવાનું કામ સોપ્યું હતું.
રામપુર ભાટીયાનના ટ્રક ચાલક શેરારામ ઓમપ્રકાશ કુંભાર વિદેશી દારૂ સાથે ટ્રક લઇને ગતરાતે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ઉભો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, પી.આઇ. જે.વી.ધોળા, પી.એસ.આઇ. એમ.જે.હુણ, કિરતસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે વિદેશી દારૂ અંગે દરોડો પાડયો હતો.ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂા.94,800ની કિંમતની જુદી જુદી બ્રાન્ચની 804 બોટલ વિદેશી દારૂ મળી આવતા ટ્રક ચાલક શેરારામ કુંભારની ધરપકડ કરી વિદેશી દારૂ અને ટ્રક મળી રૂા.9 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.જોધપુરના મુકેશ પરિહારે રાજકોટના કયાં બુટલેગરને વિદેશી દારૂ મોકલ્યો હતો તે અંગેની પૂછપરછ માટે ટ્રક ચાલક શેરારામ કુંભારને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથધરી છે.