૧૫ શખ્સોની રૂ.૨૨.૩૯ લાખના મુદામાલ સાથે ધરપકડ
ભુજ આર.આર.સેલે ગાંધીધામના સિંધુ ભવનના નેકસસ કલબમાં દરોડો પાડીને ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. જેમાં જાણીતા નામો ઝડપાયા હતા અને ૨૨.૩૯ લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. ભુજ આરઆરસેલ ગાંધીધામ આદિપુર મધ્યે આવેલા સિંધુ ભવન, નેકસસ કલબમાં ત્રાટકયું હતું. જેમાં ચાલતા જુગારધામનો તેમણે પર્દાફાશ કરીને સંકુલના સામાજીક આગેવાનો, ઉધોગપતિઓ સહિતના ગણાતા મોટા માથાઓની અટકાયત કરી હતી. તેમની પાસેથી રોકડા ૧,૫૦,૭૦૦, ૧૮ મોબાઈલ અને ૯ કાર મળીને કુલ ૨૨,૩૯,૨૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ સાથે અલગ અલગ રંગના ૨૩૮ કોઈન પણ જપ્ત કરાયા હતા. આ જુગાર રમવામાં કોઈનનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. હાઈપ્રોફાઈલ જુગારધામ વાત ફેલાતા મોડીરાત સુધી એ ડિવીઝન પોલીસ મથકે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. આ પકડાયેલા આરોપીઓ શહેરની મોટી શખ્સીયતો છે
જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલના ટ્રસ્ટી પ્રમોદભાઈ રાધેશ્યામ બંસલનો પણ સમાવેશ છે. બોર્ડર રેન્જ આર.આર.સેલના આઈજી ડી.વી.વાઘેલાની સુચનાથી નવા નિયુકત થયેલા અને આદિપુર પોલીસ મથકેથી બદલી આરઆરસેલમાં પીએસઆઈ તરીકે પ્રથમ દરોડો ગૌરવ હડિયાએ ટીમ સાથે પાડી મોટો દરોડો પાડી જુગાર રમતા પ્રમોદ રાધેશ્યામ બંસલ (રહે.ગાંધીધામ), અનિરુઘ્ધસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે.આદિપુર), અરવિંદભાઈ રામજીભાઈ પરમાર (રહે.ગાંધીધામ), ત્રિભુવનભાઈ શંકરભાઈ પંડયા (રહે.સિંધુ ભવન), કમલ રામચંદ્ર શિવદાસાણી (રહે.ગાંધીધામ), અકબર રજાકભાઈ મુનશી (રહે.ગાંધીધામ), નાશીરમામદ હાફીજ (રહે.ગાંધીધામ), નરેશભાઈ હઠીરામ સરાફ (રહે.ગાંધીધામ), કાર્તીક હોરીપદા સરકાર (રહે.ગાંધીધામ), ધર્મેન્દ્રભાઈ દોલતભાઈ છાસટીયા (રહે.આદિપુર), દેવરાજ શંભુભાઈ ચાવડા (રહે.મોડવદર તા.અંજાર), હમીરભાઈ વાલજીભાઈ આહિર (રહે.આદિપુર), સુરેશ ભીખાભાઈ આહિર (રહે.આદિપુર), શામજી સવાભાઈ આહિર (રહે.ગોપાલનગર, ટપ્પર તા.અંજાર), શામજી મહાદેવા બવા (રહે.આદિપુર) નામના શખ્સોની ધરપકડ કરી છે.